છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને લઈને લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યાં છે. આ સર્વેમાં ભાજપને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે.
આજે બિલાસપુરમાં PM મોદીએ પરિવર્તન રેલીનું સમાપન કર્યું
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ
સર્વેમાં ભાજપને ફરી લાગી રહ્યો છે ઝટકો
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આજે PM મોદી બિલાસપુરમાં પરિવર્તન યાત્રાનાં સમાપન માટે પહોંચ્યાં હતાં. તેવામાં IANS-પોલસ્ટ્રેટે લેટેસ્ટ ઓપિયન પોલ જાહેર કર્યાં છે. આ સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને છત્તીસગઢમાં ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે.
છત્તીસગઢની 90 સીટોની સ્થિતિ
સર્વે અનુસાર, ભાજપ- 27 કોંગ્રેસ-62 સીટો મળતી દેખાઈ રહી છે.
જો કે ઓપિનિયન પોલનાં આંકડાઓ આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે. પરંતુ આ સર્વે અનુસાર ભાજપની ચિંતામાં વધારો થતો દેખાઈ રહ્યો છે.
બિલાસપુરમાં ભાજપની નજર
બિલાસપુર છત્તીસગઢનો સૌથી મોટો સંભાગ છે. બિલાસપુર સંભાગમાં 8 જિલ્લાની 25 વિધાનસભા સીટ આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં 25માંથી માત્ર 7 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 2018માં 25માંથી 14 સીટો મળી હતી. વર્ષ 2018માં છત્તીસગઢમાં ભાજપને કુલ 15 સીટો મળી હતી. જે બાદ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસે 90માંથી 68 સીટો પર વિજય મેળવીને પોતાની સરકાર બનાવી લીધી હતી. વર્તમાનમાં કોંગ્રેસ પાસે 71 સીટ છે.
શું છત્તીસગઢમાં BJPની વાપસી થશે?
ભાજપની પરિવર્તન યાત્રા આજે બિલાસપુરમાં સમાપ્ત થઈ. ભાજપે 2 પરિવર્તન યાત્રાઓ કાઢી હતી જેમાં પહેલી 12 ડિસેમ્બરનાં અને બીજી 15 સપ્ટેમ્બરનાં થઈ હતી. પહેલી યાત્રા દક્ષિણી છત્તીસગઢથી શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલી ઉત્તર છત્તીસગઢમાં કાઢવામાં આવી હતી. આ પરિવર્તન યાત્રા દરમિયાન ભાજપ 90માંથી 87 સીટો પાસેથી પસાર થઈ. બિલાસપુરમાં આ યાત્રાનાં સમાપન પહેલાં યાત્રાઓમાં 82 સ્વાગત સભાઓ, ચાર રોડ શૉ અને વિવિધ સાર્વજનિક સભાઓ થઈ હતી. હવે આ યાત્રાની અસર છત્તીસગઢની જનતાની વોટિંગ પેટર્નમાં કેટલું પરિવર્તન લાવી છે તે સમય જ જણાવશે.