બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Chess Olympiad: India 'B' team wins bronze in Open section

ખેલ / હવે ચેસ ઓલિમ્પિયાડમાં દેશનો દબદબો, ભારતની 'B' ટીમે ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Hiralal

Last Updated: 05:53 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈમાં ચાલી રહેલી 44મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની 'B' ટીમે ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

  • ચેન્નઈમાં ચાલી રહી છે 44મી ચેસ ઓલિમ્પિયાડ 
  • ભારતની 'B' ટીમે ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો 
  • આ પહેલા 2014માં ભારતીય ટીમે જીત્યો હતો મેડલ 

44મી ચેસ ઓલિમ્પિયાડના અંતિમ દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રગ્નાનંદ, ગુકેશ, નિહાલ, રાઉનાક અને અધિબાન જેવી ટીમોની બનેલી ઈન્ડિયા બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો બીજો બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા 2014ની સાલમાં ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. 

ભારતીય મહિલા ટીમ અમેરિકા સામે હારી 
તાનિયા સચદેવની આગેવાની હેઠળની ભારતની મહિલા ટીમને અમેરિકા સામે 1-3થી હારનો સામનો કરવો પડયો. 

ઉઝબેકિસ્તાનની ટીમે જીત્યો ગોલ્ડ 
ટુર્નામેન્ટમાં 14મો સીડ ધરાવતી ઉઝબેકિસ્તાનની ટીમે મેન્સ વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો.તામિલનાડુના મામલ્લાપુરમ ખાતે યોજાયેલા 44માં ચેસ ઓલિમ્પિયાડનો અંત 11માં અને આખરી રાઉન્ડ બાદ મંગળવારે મોડી રાત્રે થશે. તે પછી સમાપન સમારંભ યોજાશે.

ભારતમાં પ્રથમવાર થયું ચેસ ઓલિમ્પિયાડનું આયોજન 
ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન સૌપ્રથમ વખત થયું હતુ અને ઓપન અને વિમેન્સ વિભાગમાં રેકોર્ડ સંખ્યામાં ટીમોએ ભાગ લીધો હતો. તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન સમાપન સમારોહની અધ્યક્ષતા કરશે.આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના પ્રમુખ આર્કાડી ડ્વોર્કોવિચ અને તાજેતરમાં ચૂંટાયેલા ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ભારતની પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને સ્ટાર આકર્ષણનું કેન્દ્ર બનશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ