બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Checking 1.97 lakh vehicles in last seven months in Ahmedabad, Zone-7 leading

સત્તાવાર ડેટા / અમદાવાદમાં છેલ્લા સાત મહિનામાં 1.97 લાખ વાહનોનું ચેકિંગ, ઝોન-7 સૌથી અગ્રેસર

Vishal Khamar

Last Updated: 04:17 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોનબ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 9 નિર્દોષ જીંદગીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા સત્વરે વાહન ચેકિંગ ઝુંબેશ સઘન બનાવી છે. સૌથી વધુ વાહનો ચેકિંગ કરવાનો જશ ઝોન-7 નાં નેજા હેઠળ આવતાં પોલીસ સ્ટેશનને જઈ રહ્યો છે.

  • સાત મહિનામાં શહેર પોલીસે ૧.૯૭ લાખ વાહનો ચેક કર્યાં
  • ઝોન-૭ સૌથી આગળ વાહન ચેકિંગની સઘન કામગીરી
  • ટર્કશ એપ્લિકેશન સત્તાવાર ડેટામાં ખુલાસો થયો

 ઈસ્કોનબ્રિજ પર જેગુઆરના ચાલક તથ્ય પટેલે સર્જેલા અકસ્માતની ઘટના હજુ શાંત નથી પડી ત્યારે પોલીસ વિભાગની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જાન્યુઆરીથી અત્યાર સુધી અમદાવાદ પોલીસે કુલ ૧,૯૭,૬૮૬ વાહનો ચેક કર્યાં છે, જેમાં સૌથી વધુ વાહનો ચેકિંગ કરવાનો જશ ઝોન-૭ના નેજા હેઠળ આવતાં પોલીસ સ્ટેશનને જઇ રહ્યો છે. શહેરના સિંધુ ભવન રોડ, સરખેજ હાઇવે, સેટેલાઇટ જેવા પોશ વિસ્તારો ડીસીપી ઝોન-૭માં આવે છે, જ્યાં સૌથી વધુ નબીરાઓનાં વાહન ચે‌કિંગ કરવામાં આવ્યાં છે. 


સિંધુ ભવન રોડ પર નબીરાઓની મહેફિલ જામતી
અમદાવાદમાં જ્યારે પણ કોઇ ઘટના ઘટે ત્યારે પોલીસ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન રાખતી હોય છે. આ સિવાય જ્યારે કોઇ તહેવાર હોય કે પછી વીવીઆઇપી મૂવમેન્ટ હોય ત્યારે પણ પોલીસ ઠેરઠેર ચેકિંગ કરતી હોય છે. પોલીસ જ્યારે પણ ચેકિંગ કરે છે ત્યારે તેનો ડેટા ટર્કશ એ‌િપ્લકેશનમાં અપલોડ કરતી હોય છે, જેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ છે, જ્યાં મોડી રાતે નબીરાઓની મહેફિલ જામતી હોય છે. સ્ટંટબાજો, સ્પીડથી વાહન ચલાવતા ચાલકો સહિતના લોકો સિંધુ ભવન રોડ પર જતા હોય છે ત્યારે પોલીસ ખાસ વાહન ચેકિંગ ત્યાં રાખતી હોય છે. 

સૌથી વધુ વાહન ચેકિંગમાં ઝોન-7 પ્રથમ
અમદાવાદમાં ઠેરઠેર અકસ્માતની ઘટના બને છે ત્યારે અનિચ્છનીય બનાવને લઇ આઇબીના ઇનપુટ પણ આપવામાં આવતા હોય છે. આ સિવાય દારૂબંધી માટે પણ પોલીસ અવારનવાર ડ્રાઇવ રાખતી હોય છે. શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી દેતી હોય છે. અમદાવાદમાં ઠેરઠેર વાહન ચેકિંગ થાય છે, જેમાં સૌથી વધુ વાહન ચેકિંગનો રે‌સિયો ઝોન-૭નો છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી ઝોન-૭ના નેજા હેઠળ આવતાં આઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ૭ર,૪૪૯ વાહનોનું ચેકિંગ કર્યું છે. વાહનોનું ચેકિંગ કર્યા બાદ તેને ટર્કશ એ‌િપ્લકેશનમાં અપલોડ કરવામાં આવતો હોય છે. આ મામલે ઝોન-૭ના ડીસીપી બી.યુ. જાડેજાએ જણાવ્યું છે કે ટર્કશ એપ્લીકેશનમાં જે ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. તે જોતાં સૌથી વધુ વાહન ચેકિંગ અમારા વિસ્તારમાં આવતાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ કર્યું છે.  નબીરાઓ સ્ટંટ કરે નહીં તેમજ રેસ લગાવે નહીં તે માટે સિંધુ ભવન રોડ પર પોલીસ ચેકિંગ થતું હોય છે. આ સિવાય જુહાપુરા, સરખેજ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે અવારનવાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. 

દારૂનો જથ્થો સૌથી વધુ જ્યાં આવે છે ત્યાં પોલીસ ચેકિંગમાં ઉદાસીનતા
અમદાવાદના કુબેરનગર, સરદારનગર વિસ્તાર દારૂના ધંધા માટે પંકાયેલા છે, જેના કારણે લોકો તેને દીવ-દમણ પણ કહી રહ્યા છે. બુટલેગરો દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે વાહન ચેકિંગના નામ પર ઉદાસીનતા જોવા મળી રહી છે. ડીસીપી ઝોન-૪ની હદમાં સાત પોલીસ સ્ટેશન આવી રહ્યાં છે, જેમાં છેલ્લા સાત મહિનામાં માત્ર ર૪૯૮ વાહનો ચેક થયાં છે. જો ઝોન-૭ની હદમાં આવતાં પોલીસ સ્ટેશન જેવી કામગીરી ઝોન-૪માં આવતાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરે તો કદાચ દારૂનો જથ્થો ઘુસાડતાં તત્ત્વો સામે લાલ આંખ કરી શકાય છે.

ઝોનમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તાર
• ઝોન-૧માં વસ્ત્રાપુર, સોલા, ઘાટલો‌ડિયા, નારણપુરા, વાડજ, નવરંગપુરા, સાબરમતી ‌રિવરફ્રન્ટ વેસ્ટ, ગુજરાત યુ‌નિવ‌િર્સટી
• ઝોન-રમાં સાબરમતી, રાણીપ, ચાંદખેડા, માધવપુરા, સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ, શાહપુર, કારંજ 
• ઝોન-૩માં કાલુપુર, શહેરકોટડા, ખા‌ડિયા અને ગાયકવાડ હવેલી 
• ઝોન-૪માં દરિયાપુર, શાહીબાગ, સરદારનગર, એરપોર્ટ, નરોડા, કૃષ્ણનગર અને મેઘાણીનગર
• ઝોન-પમાં ગોમતીપુર, બાપુનગર, ર‌િખયાલ, ઓઢવ, નિકોલ, અમરાઇવાડી, ખોખરા, રામોલ 
• ઝોન-૬માં વટવા, વટવા જીઆઇડીસી, મ‌િણનગર, ઇસનપુર, દાણીલીમડા, નારોલ અને કાગડાપીઠ
• ઝોન-૭માં વેજલપુર, બોડકદેવ, વાસણા, એ‌િલસ‌િબ્રજ, સરખેજ, સેટેલાઇટ, આનંદનગર, પાલડી

સાત મહિનામાં પોલીસે 
કરેલાં વાહન ચેકિંગ
ઝોન-૧ ર૮૩૧૭ 
ઝોન-ર ર૬૪પ૩
ઝોન ૩ ૧રર૪૭
ઝોન-૪ ર૪૯૮
ઝોન-પ ર૩૬૦૧
ઝોન-૬ ૩ર૧ર૧
ઝોન-૭ ૭ર૪૪૯

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ