બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Chant these mantras of Lord Ganesha during Ganeshotsav, all your sorrows will be removed, life will be full of happiness.

આશીર્વાદ મળશે / ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, તમામ દુઃખો થશે દૂર, જીવનમાં આવશે ખુશીઓની હેલી

Pravin Joshi

Last Updated: 07:20 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ગણેશ એ ભગવાન છે જે દુઃખોને દૂર કરે છે. 10 દિવસીય ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશના આ મંત્રોનો જાપ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આનાથી ગણપતિ પ્રસન્ન થાય છે.

  • મંગળવારથી ગણેશોત્સવનો પ્રારંભ થયો 
  • ભગવાન ગણેશના શક્તિશાળી મંત્રોનો જાપ કરો
  • ગણેશના મંત્રોનો જાપ તમામ દુઃખ દૂર કરે


19 જુલાઈ 2023 મંગળવારથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ગણપતિની મૂર્તિની સ્થાપના બાદ દરેક ઘરથી લઈને પૂજા પંડાલો સુધી પ્રાર્થના કરવામાં આવી રહી છે. દસ દિવસીય ગણેશોત્સવ બાદ આવતા વર્ષે વહેલા પરત ફરવાના વચન સાથે બાપ્પા 11મા દિવસે વિદાય લેશે. ગણેશોત્સવ દરમિયાન તમે ભગવાન ગણેશની પૂજા કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો. ઉપરાંત આ સમય દરમિયાન ભગવાન ગણેશના શક્તિશાળી મંત્રોનો જાપ કરો. આ મંત્રોના જાપ કરવાથી બાપ્પા ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ ઉપરાંત આ મંત્રોના જાપ કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવે છે. આવો જાણીએ શ્રી ગણેશના આ અસરકારક મંત્રો વિશે..

ગણેશ ચતુર્થી 2023 પર 300 વર્ષ બાદ બની રહ્યો છે અદભૂત સંયોગ: આ રાશિના  જાતકોને છપ્પરફાડ ધનલાભ થવાના યોગ | An amazing coincidence is happening on  Ganesh Chaturthi 2023 after 300 years:

શ્રી ગણેશના મંત્ર 

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

અર્થ- ઘુમાવદાર સૂંઢ વાળા, વિશાળ શરીરવાળા, કરોડો સૂર્યની સમાન મહાન પ્રતિભાશાળી. મારા પ્રભુ, મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥ अमेयाय च हेरम्ब परशुधारकाय ते।

અર્થ-વિઘ્નેશ્વર, વર આપનાર, દેવતાઓના પ્રિય, લંબોદર, કળાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનાર, ગજની સમાન મુખવાળા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત પાર્વતીપુત્રને નમસ્કાર. હે ગણનાથ, તમને નમસ્કાર છે.

Topic | VTV Gujarati

अमेयाय च हेरम्ब परशुधारकाय ते।
मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥

અર્થ-હે હેરમ્બ, તમને કોઈ પ્રમાણો દ્વારા માપી નહીં શકાતા, તમે પરશુ ધારણ કરનાર છો, તમારું વાહન ભૂષક છે, તમે વિઘ્નેશ્વરને વારંવાર નમસ્કાર છે.

एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

અર્થ-જેનમનો એક દાંત અને સુંદર મુખ છે, જે શરણાગત ભક્તજનોના રક્ષક તથા પ્રણતજનોની પીડાના નાશ કરનાર છે, એવા શુદ્ધસ્વરૂપ તમે ગણપતિને વારંવાર નમસ્કાર છે.

एकदंताय विद्‍महे। वक्रतुण्डाय धीमहि। तन्नो दंती प्रचोदयात।।

અર્થ-એક દંતને અમે જાણીએ છીએ. વક્રતુન્ડનું અમે ધ્યાન કરીએ છીએ.તેવા દંતી(ગજાનંદ) અમને પ્રેણા પ્રદાન કરો.

ગણેશ ચતુર્થી પર અચૂક કરીલો આ ટોટકા, દુંદાળા દેવ થઈ જશે પ્રસન્ન, તમારી દરેક  મનોકામના થશે પરિપૂર્ણ | Ganesh Chaturthi 2023 remedy for lord ganesha  blessings

रक्ष रक्ष गणाध्यक्ष रक्ष त्रैलोक्यरक्षकं। 
भक्तानामभयं कर्ता त्राता भव भवार्णवात्॥

અર્થઃ હે ગણાધ્યક્ષ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હે ત્રણે લોકના રક્ષક! તમે ભક્તોને નિર્ભયતા પ્રદાન કરનાર છો, જીવન સાગરથી મારી રક્ષા કરો.

ॐ श्रीं गं सौभाग्य गणपतये वर्वर्द सर्वजन्म में वषमान्य नम:।।

અર્થ: આ ગણેશ શુભ લાભ મંત્ર છે, જેનો અર્થ છે કે દરેક જન્મમાં આપણે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવીએ. અમે તમામ અવરોધો દૂર કરવા અને સુખી જીવન આપવા ઈચ્છીએ છીએ.

गजाननाय महसे प्रत्यूहतिमिरच्छिदे । 
अपारकरुणापूरतरङ्गितदृशे नमः ॥

અર્થઃ વિઘ્નોના રૂપમાં અંધકારનો નાશ કરનાર અને અપાર કરુણાના રૂપમાં પાણીના તરંગોથી ભરેલી આંખોવાળા શ્રી ગણેશ નામના પ્રકાશને હું નમસ્કાર કરું છું.

परात्परं चिदानन्दं निर्विकारं हृदि स्थितम् । 
गुणातीतं गुणमयं मयूरेशं नमाम्यहम् ॥

અર્થ: હું મયુરેશ ગણેશને નમસ્કાર કરું છું, જે સર્વોપરી, આનંદી, નિર્ભય છે, જે દરેકના હૃદયમાં આંતરિક રીતે વિરાજમાન છે, જે તમામ ગુણોથી પરે છે અને ગુણોથી ભરપૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ