બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / changes in body parts or unbearable pain then understand that uric acid is increasing

હેલ્થ ટિપ્સ / શું તમારા શરીરમાં પણ થઇ રહ્યાં છે આ ફેરફાર? તો એલર્ટ! ફટાફટ કરો કંટ્રોલ નહીં તો...

Manisha Jogi

Last Updated: 02:56 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોગ્ય ખાનપાન અને અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે આ પ્રકારે થાય છે. યૂરિક એસિડ એક પ્રકારની કોમન બિમારી બની ગઈ છે. બિમારી પર ધ્યાન આપવામાં ના આવે તો કિડની અને હ્રદયરોગ પણ થઈ શકે છે.

  • અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે આ બિમારી થાય છે
  • કિડની અને હ્રદયરોગ પણ થઈ શકે છે
  • જાણો આ બિમારીના લક્ષણો

યૂરિક એસિડ એક પ્રકારની ગંદકી હોય છે, જે લોહીમાં જમા થાય છે, જેના કારણે શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો થવા લાગે છે. અયોગ્ય ખાનપાન અને અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે આ પ્રકારે થાય છે. યૂરિક એસિડ એક પ્રકારની કોમન બિમારી બની ગઈ છે, પરંતુ સમય રહેતા આ બિમારી પર ધ્યાન આપવામાં ના આવે તો કિડની અને હ્રદયરોગ પણ થઈ શકે છે. આ બાબતે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

યૂરિક એસિડની સમસ્યા

આરોગ્ય નિષ્ણાંતો અનુસાર યૂરિક એસિડમાં વૃદ્ધિ થવાને કારણે સાંધામાં ભારે દુખાવો થાય છે. અગાઉ માત્ર વૃદ્ધને આ પ્રકારની સમસ્યા હતી, પરંતુ હવે ઓછી ઉંમરના લોકોને પણ આ પ્રકારની સમસ્યા થાય છે. પ્યૂરિનયુક્ત ફૂડનું વધુ માત્રામાં સેવન કરવાથી યૂરિક એસિડની સમસ્યા વધી જાય છે. કિડની ફિલ્ટર કરીને યૂરિનના માધ્યમથી યૂરિક એસિડ બહાર કાઢી નાખે છે. પ્યૂરિનની માત્રા વધી જાય તો કિડની યોગ્ય પ્રકારે કામ કરી શકતી નથી અને યૂરિક એસિડ બ્લડમાં મિશ્ર થવા લાગે છે.

યૂરિક એસિડની આરોગ્ય પર અસર
 લોહીમાં રહેલ યૂરિક એસિડ સાંધાની આસપાસ જમા થવા લાગે છે, જેના કારણે ખૂબ જ દુખાવો થાય છે. પાચનક્રિયા યોગ્ય પ્રકારે થતી નથી અને આરોગ્ય માટે જોખમી માનવામાં આવે છે. શરીરના આ અંગોમાં દુખાવો થાય તો સમજી જવુ જોઈએ કે, યૂરિક એસિડ વધી ગયો છે.

સાંધાની પાસે ચકામા થવા
 શરીરમાં યૂરિક એસિડ વધે તો હાડકાંની આસપાસ અપશિષ્ટ તત્ત્વો જમા થવા લાગે છે, જેના કારણે સાંધામાં લાલાશ આવી જાય છે. કોણી, ઘુંટણની પાસે લાલાશ દેખાતી હોય તો યૂરિક એસિડનું લેવલ હાઈ થવાનો સંકેત આપે છે. 

પગની મોટી આંગળીમાં સોજો
 પગની મોટી આંગળીમા સોજો હોય તો ભારેપણું લાગે છે અને તે આંગળીમાં ગરમાવો લાગે છે. દુખાવો પણ થતો હોય તો યૂરિક એસિડની વૃદ્ધિ થવાનો સંકેત આપે છે. 

સોજો આવવો
યૂરિક એસિડમાં વૃદ્ધિ થાય તો ગાઉટની સમસ્યા થવા લાગે છે. ગાઉટ હોય તો પગની પાનીમાં સોજો આવી જાય છે. પગની પાનીને સ્પર્શ કરવાથી ખૂંચે છે અને ભારે દુખાવો થાય છે. આ સમસ્યા થાય તો સીડીઓ ચઢવામાં ખૂબ જ તકલીફ થાય છે. 

ઘુંટણમાં દુખાવો
 ગાઉટની સમસ્યા થાય તો ઘુંટણમાં સૌથી વધુ સમસ્યા થાય છે. સૌથી પહેલા ઘુંટણના લક્ષણો જોવા મળે છે. ઘુંટણમાં ખૂબ જ દુખાવો થાય છે અને સીડીઓ ચઢવામાં પરેશાની થાય છે. આ કારણોસર પ્યૂરિનયુક્ત ફૂડનું સેવન ના કરવું જોઈએ.

કમર અને ઘુંટણમાં દુખાવો
ઓછી ઉંમરે કમર અને ઘુંટણમાં દુખાવો થાય તો યૂરિક એસિડ વધવાના સંકેત આપે છે. જેના કારણે શરીરના અન્ય ભાગોમાં ખેંચાણ થાય છે અને ભારે દુખાવો થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ