બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Chandrayaan-3 Updates: Indian spacecraft only 163 km away from Moon

BIG NEWS / પથરો ફેંકતા ચંદ્ર પર પડે એટલું દૂર રહ્યું ચંદ્રયાન, ચંદ્રની અંતિમ કક્ષા પૂરી કરી, બસ હવે એક અઠવાડિયાની વાર

Hiralal

Last Updated: 02:43 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષા સફળતાપૂ્ર્વક પૂરી કરાવી દીધી છે અને તે એક અઠવાડિયા પછી એટલે કે 23 ઓગસ્ટે ચંદ્રની ધરતી પર ઉતરશે.

  • ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચ્યું
  • ઈસરોએ સફળતાપૂર્વક પૂરી કરાવી ચંદ્રની 5મી કક્ષા
  • 23 ઓગસ્ટે થશે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ

ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે. બુધવારે ઈસરોએ પૃથ્વી પર કમાન્ડ આપીને ચંદ્રયાન-3ને ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષા સફળતાપૂ્ર્વક પૂરી કરાવી દીધી અને હવે તે ચંદ્રથી ફક્ત 163 કિમી દૂર રહે છે. અસીમિત બ્રહ્માંડમાં આ અંતર પથ્થર ફેંકતા પડે એટલું પણ ન કહી શકાય, આમ ચંદ્રયાન હવે ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે. 

23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ
પાંચમી કક્ષા સફળતાપૂર્વક પૂરી કરી લીધી હોવાથી હવે ફક્ત એક અઠવાડિયામાં ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરી જવાનું છે. 23 ઓગસ્ટના સાંજના 6 વાગ્યાની આસપાસ તે દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે અને સફળ રહ્યું તો શાંતિથી ઉતરી જશે. 

લેન્ડર વિક્રમચંદ્રની સપાટી પર ઉતરશે
જો બધુ યોજના મુજબ ચાલ્યું તો લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. એટલે કે, જો આપણે આ રીતે જોઈએ તો 23 ઓગસ્ટ બુધવારનો દિવસ દેશનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હશે. આપણા બધાની નજર ચંદ્રયાન પર ટકેલી હશે. આપણે બધાએ પ્રાર્થના કરવી જોઈએ કે તે ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરે. ગત વખતે ચંદ્રયાન-02 ચંદ્રના દક્ષિણી ભાગ પર યોગ્ય રીતે ઉતરી શક્યું ન હતું અને ઈસરોનો સંપર્ક તુટી ગયો હતો. આમ છતાં આ અભિયાને ઘણા પાઠ ભણાવ્યા છે. તેના આધારે ચંદ્રયાન-03 બનાવવામાં આવ્યું હતું કે 04 વર્ષ પહેલા ચંદ્રયાન-02ના લેન્ડિંગમાં જે સમસ્યાઓ આવી હતી. તેઓ આ વખતે ન બને.

છેલ્લી 15 મિનિટમાં શું થશે
લેન્ડર વિક્રમને ચંદ્રની ભ્રમણકક્ષાથી નજીકની સપાટી પર ઉતરવાનું છે, આ કામ લગભગ 30 કિલોમીટરની ઉંચાઈથી શરૂ થશે. લેન્ડિંગની શરૂઆત સમયે વિક્રમની સ્પીડ લગભગ 6 કિલોમીટર પ્રતિ સેકન્ડની હશે. આ 15 મિનિટની અંદર લેન્ડરને તેની ગતિમાં જબરદસ્ત ફેરફાર કરવો પડશે. સુરક્ષિત સોફ્ટ લેન્ડિંગ માટે તેણે તેની સ્પીડ 2 મીટર પ્રતિ સેકન્ડ અથવા 7 કિલોમીટર પ્રતિ કલાક સુધી લાવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ