બ્રેકિંગ ન્યુઝ
VTV / Chandrayaan 3 Lander Vikram and rover Pragyan have to wait for so many more days on the moon? See what the new update says
Megha
Last Updated: 11:27 AM, 24 September 2023
ADVERTISEMENT
ચંદ્ર પર સૂર્યોદય થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ફરી કામ કરવાનું શરૂ કર્યું નથી. બંને હજુ પણ સ્લીપ મોડમાં છે અને એવી અપેક્ષા હતી કે તેઓ શુક્રવારે ફરી જાગી જશે. ચંદ્ર પર રાત પડવાને કારણે આ મહિનાની શરૂઆતમાં બંને મોડ્યુલ સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા અને એક ચમત્કારની અપેક્ષા રાખવામાં આવી હતી કે જ્યારે ચંદ્ર પર ફરીથી પ્રકાશ આવશે, ત્યારે બંને સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને ફરીથી સિગ્નલ મોકલવાનું શરૂ કરશે. જોકે આજ સવાર સુધીઆ થઈ શક્યું ન હતું.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 22, 2023
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.
As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.
ADVERTISEMENT
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરીથી ક્યારે એક્ટિવ થશે?
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) 6 ઓક્ટોબરે ચંદ્ર પર આવતા સૂર્યાસ્ત સુધી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ફરી જગાડવાના કરવાના પ્રયાસો ચાલુ રાખશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ શનિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનના બોનસ તબક્કાને શરૂ કરવાના મહત્વાકાંક્ષી પ્રયાસો ચંદ્રની સપાટી પર સૂર્ય ઉગ્યાના એક દિવસ પછી વધુ તીવ્ર બન્યા છે. જો કે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે આ સાધનોનો સંપર્ક ક્યારે પુનઃસ્થાપિત કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ સમય કહી શકાય નહીં.
ચંદ્રની રાતમાં માઈનસ 200 થી 250 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન
સોમનાથે કહ્યું, 'અમને ખબર નથી કે તે ક્યારે જાગશે. તે કાલે થઈ શકે છે અથવા તે ચંદ્ર દિવસના છેલ્લા દિવસે પણ થઈ શકે છે. પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જો લેન્ડર અને રોવર જાગી જશે તો તે એક મોટી ઉપલબ્ધિ હશે. એક અહેવાલ મુજબ, એવી આશંકા છે કે ચંદ્રની રાત સંપૂર્ણ અંધકાર અને માઈનસ 200 થી માઈનસ 250 ડિગ્રી સેલ્સિયસના નીચા તાપમાનમાં વિતાવ્યા પછી લેન્ડર અને રોવર નિષ્ક્રિય રહેશે. આવા નીચા તાપમાન બેટરી માટે વિનાશક છે જે આ ઉપકરણો માટે વીજળીનો સંગ્રહ કરે છે. નોંધનીય છે કે ચંદ્ર પર એક દિવસ અને રાત પૃથ્વી પરના 14 દિવસ અને રાત બરાબર છે.
"#Chandrayaan3 Update: For the last several hours, Team #ISRO making best effort to establish contact with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition after the sunrise on Moon," posts Union Minister of State (Independent Charge) Science & Technology… pic.twitter.com/G9V6HKSTxf
— Press Trust of India (@PTI_News) September 22, 2023
સિસ્ટમ 14મા દિવસે પણ જાગી શકે છે
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે હજુ સુધી કોઈ સિગ્નલ મળ્યા નથી પરંતુ હું એમ ન કહી શકું કે તે આવશે નહીં. અમે આખા ચંદ્ર દિવસની રાહ જોઈશું, કારણ કે ત્યાં સુધી સૂર્યપ્રકાશ સતત પડતો રહેશે, જેનો અર્થ છે કે તાપમાન વધશે.'' તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તાપમાન વધી રહ્યું છે, ત્યાં સુધી અંદર સિસ્ટમના ઓવરહિટીંગની શક્યતા છે. તેથી સિસ્ટમ 14મા દિવસે પણ જાગી શકે છે, તે ક્યારે થશે તેની આગાહી કરવાનો કોઈ રસ્તો નથી.'
ફરીથી સક્રિય થવાની 50-50 શક્યતાઓ છે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના મુખ્ય કેન્દ્રોમાંના એક સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટરે કહ્યું હતું કે ચંદ્ર પર સૂર્યોદયને કારણે સૌર ઉર્જાથી ચાલતા લેન્ડર અને રોવર ચાર્જ થતાં જ સિગ્નલ આવી જશે.જો કે, હજુ સુધી કોઈ સિગ્નલ આવ્યા નથી અનેચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. વૈજ્ઞાનિક દેસાઈએ કહ્યું હતું કે ફરીથી સક્રિય થવાની 50-50 શક્યતાઓ છે. જો ઈલેક્ટ્રોનિક્સ ઠંડા તાપમાનમાં ટકી રહેશે તો અમને સિગ્નલ પ્રાપ્ત થશે."અન્યથા, મિશન પહેલાથી જ તેનું કામ કરી ચૂક્યું છે.' વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે જો લેન્ડર અને રોવર ફરીથી જાગૃત થશે તો ચંદ્રની સપાટી પર પ્રયોગો ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.