બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chandrayaan 3 isro latest update on chandrayaan-4-5-and 6 next moon mission good news

મૂન મિશન / ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોએ આપ્યાં ગુડ ન્યૂઝ, હવે પછીના મૂન મિશન 4, 5 અને 6 પર આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 09:15 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોના ડેપ્યુટી ડાયરેક્ટર પી સુનીલે કહ્યું કે ચંદ્રયાન-4, 5 અને 6ને બાકી બચેલા પેલોડ સાથે લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

  • ચંદ્રયાન-4ને લઈને ઈસરોનું અપડેટ
  • ચંદ્ર પર પાણી શોધવા ચંદ્રયાન-4 મોકલાશે
  • 2026માં ચંદ્રયાન-4 લોન્ચ થવાની ધારણા 

તાજેતરમાં જ ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતારીને ઈતિહાસ રચી દીધો છે. ભારતના ત્રીજા ચંદ્ર મિશનની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતારનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. હવે ઈસરોએ બીજા એક સારા સમાચાર આપ્યાં છે. ઈસરોએ ચંદ્રયાનના આગામી મિશન એટલે કે ચંદ્રયાન-4 અને અન્ય વિશે લેટેસ્ટ જાણકારી આપી હતી.

ઈસરોએ ભવિષ્યનો શું છે પ્લાન 
ઈસરોના ડેપ્યુટી ડાયરેક્ટર પી સુનીલે કહ્યું કે, ચંદ્રયાન-4, 5 અને 6ને બાકી બચેલા પેલોડ સાથે લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે એક યોજના બનાવવામાં આવી રહી છે. સુનિલ શ્રી જગન્નાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વર્લ્ડ સ્પેસ વીક નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં સુનિલે કહ્યું કે હાલમાં, ઘણા અવકાશ મિશન શરૂ કર્યા પછી અમને સારું ભંડોળ મળી રહ્યું છે. હવે અમારો આંતરરાષ્ટ્રીય અવકાશ વ્યવસાય બે ટકા છે, જે સાત અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. 

ચંદ્ર પર પાણી શોધવા મોકલાશે ચંદ્રયાન-4 
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જેએએક્સએ) લ્યુપેક્સને લોન્ચ કરવા માટે કામ કરી રહી છે. આ મિશનને ચંદ્રયાન-4 તરીકે પણ ઓળખવામાં આવે છે. આવામાં બંને એજન્સીઓ ચંદ્ર પર પાણીની હાજરી વિશે હજુ વધુ માહિતી એકઠી કરવા જઈ રહી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ પાણીની હાજરી અને સંભવિત ઉપયોગિતા માટે ચંદ્ર ધ્રુવીય ક્ષેત્રની તપાસ કરવાનો છે. 2026માં ચંદ્રયાન-4 લોન્ચ થવાની ધારણા છે. 

ચંદ્રયાન-3માં શું સફળતા મળી?
ચંદ્રયાન-3ની વાત કરીએ તો 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતર્યા બાદ પ્રજ્ઞાન રોવર થોડા સમય બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. પ્રજ્ઞાને 14 દિવસ સુધી ચાલીને ચંદ્રની માટીનો સ્ટડી કર્યો હતો. તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની પુષ્ટિ કરી હતી. આ સિવાય ઓક્સિજન, કેલ્શિયમ, આયર્ન, ટાઇટેનિયમ, તાપમાન અને અન્ય ઘણી માહિતી પણ  ઈસરોના કમાન્ડ સેન્ટરને મોકલી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ