બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Chandrayaan 3: History of ISRO and Indian Space INCOSPAR, ISRO centers

વિક્રમ ગાથા / અંતરીક્ષમાં ISROની બાદશાહત, 1969થી લઈને 2023 સુધીની રેકોર્ડ તોડતી ઉડાન, ઇતિહાસ જાણીને થશે ગર્વ

Vaidehi

Last Updated: 08:06 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3: ISROની ચંદ્રયાન-3ની સફળતા બાદ આવો જાણીએ કે ઈસરોની શરૂઆત કઈ રીતે થઈ અને ભારત અંતરિક્ષની દોડમાં કઈ રીતે આગળ આવ્યું?

  • ISROની મહેનત રંગ લાવી, ભારતીયો માટે ગર્વની ઘડી
  • ચંદ્રયાન 3 નું થયું સફળ સોફ્ટ લેન્ડિંગ
  • ઈસરો અને ભારતીય અંતરિક્ષ યાત્રાનો ઈતિહાસ રસપ્રદ 

ચંદ્રયાન 3 : મિશન મૂનમાં વારંવાર નિષ્ફળતા મેળવ્યાં બાદ આખરે 23 ઑગસ્ટ 2023નાં રોજ ભારતે ચંદ્રયાન-3નું ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું છે. ઈસરોની આ સફળતા બાદ ભારતનું નામ વૈશ્વિક કક્ષાએ વધુ મજબૂત થયું છે. આજે તમામ ભારતીયો ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે જેનો તમામ શ્રેય ઈસરોનાં વૈજ્ઞાનિકોને જાય છે કે જેમણે દિવસ-રાત અથાગ મહેનત કરીને ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવ્યું છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) બસ નામ જ કાફી છે ભારતની ગૌરવગાથાનું વર્ણન કરવા, એક સમય હતો જ્યારે સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયત સંઘ રશિયા અંતરીક્ષની દોડમાં સૌથી આગળ હતા. બીજા દેશો તે તરફ વિચારી પણ શકતા ન હતા ત્યારે દૂરંદેશી વિચાર ધરાવનાર ડો. વિક્રમ સારાભાઈએ 1962માં અંતરીક્ષ અનુસંધાન માટે ભારતીય રાષ્ટ્રીય સમિતિ (INCOSPAR)નું ગઠન કર્યું. આ એ સમય હતો જ્યારે ભારત પાસે ન પૂરતા સંશાધનો હતા ન કોઈ સ્પેસ સેક્ટરના અનુભવી લોકો..પણ કહેવાય છે ને કે એક નિશ્ચય અને તેની પાછળની મહામહેનત સફળતાની રાહ ચીંધે છે.

First Sounding Rocket launch of India, 1963 I Source: ISRO

ઐતિહાસિક શરૂઆત 
સ્પેસની વાત થતી હોય અને ભારતના રોકેટ મેનની વાત ન થાય એવું શક્ય નથી. ડો. એ. પી. જે અબ્દુલ કલામ પણ INCOSPARના પ્રારંભિક ટીમનું નિર્માણ કરનારમાંથી એક હતા. રાત દિવસની મહેનત અને ખૂબ જ ઉંડા સંશોધન બાદ 21 નવેમ્બર 1963નો એ દિવસ આવે છે. જ્યારે ભારત સાઉંડિંગ રોકેટ નાઈકે-અપાચેનું સફળ પ્રક્ષેપણ કરે છે. જે ભારતીય વૈજ્ઞાનિકો માટે ચમત્કારથી ઓછું ન હતું. આ ઐતિહાસિક શરૂઆત ભારતના સ્પેસ કાર્યક્રમની પહેલી સફળતાની ઉડાન હતી.

ઈસરોની સ્થાપના
બસ હવે તો પાછું વળીને જોવાનું એ ભારતના સ્પેસ સેક્ટરને ફાવે તેમ ન હતું અને 15 ઓગસ્ટ 1969ના દિવસે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ની સ્થાપના કરવામાં આવી. જ્યારે દેશ 22મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો. તે દિવસથી લઈને આજ સુધી ઈસરોએ દેશની સેવા માટે અંતરીક્ષ તકનિકના ઉપયોગ અને દૂરંદેશી લક્ષ્યમાં કોઈ કાચું કાપ્યું નથી. એક બાદ એક સફળતાના શિખરો પાર કરી હાલ ઈસરો વિશ્વની અંતરીક્ષ એજન્સીઓમાં પોતાના આગવા કીર્તિમાન રચી રહ્યું છે. શ્રી હરિકોટા જેને 2003માં સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર તરીકે ઓળખ આપવામાં આવી, જ્યાંથી ભારત   મોટા મોટા મિશનને અંજામ આપ્યા, તેમાં ઉપગ્રહોના નિર્માણની વાત હોય કે પછી પ્રક્ષેપણની હોય, ઈસરો દુનિયાની પ્રમુખ સ્પેસ રિસર્ચમાં ડંકો વગાડતું આવ્યું છે..

ભારતનો પહેલો સેટેલાઈટ આર્યભટ્ટ કેવી રીતે થયો લોન્ચ?
આખરે દેશવાસીઓ માટે એ ઘડી આવી ગઈ હતી, જ્યારે ભારત સ્પેસ મિશનમાં પા પા પગલી મૂકવા તૈયાર હતું. ઉડુપી રામચંદ્ર રાવના નેજા હેઠળ 1975માં ભારતના પહેલા ઉપગ્રહ આર્યભટ્ટને પ્રક્ષેપિત કરવામાં આવ્યો. આ સેટેલાઈટ 19 એપ્રિલે 1975ના દિવસે કોસ્મોસ-3 એમ લોન્ચ વ્હીકલથી છોડવામાં આવ્યો જે રશિયન બનાવટનું હતું.

SLV-3 લોન્ચ
અંતરીક્ષમાં એક ડગલું ભરાઈ ચક્યું હતું. ભારત પાસે હવે અનુભવ પણ હતો અને હોનહાર વૈજ્ઞાનિકો પણ જે સ્પેસમાં ઈતિહાસ રચવા તૈયાર હતા. પ્રથમ સેટેલાઈટ પ્રક્ષેપણ યાન-3 (SLV-3) તૈયાર કરવામાં આવ્યું જેમાં રોહિણી શ્રુંખલાના 4 ઉપગ્રહો સામેલ હતા. જેને ઐતિહાસિક રીતે SLV-3ના લોન્ચ કરવામાં આવ્યા. આ સાથે જ ભારત એ 6 દેશોના લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યું હતું જેને આ કઠિન સિદ્ધિ હાંસલ કરી હોય. 

ISROના ઓપરેશન સેન્ટર
ઈસરો ઘણા ક્ષેત્રીય નેટવર્કના માધ્યમથી કામ કરે છે. જેને ઓપરેશન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. 

અમદાવાદ: તમામ સેન્સર અને પેલોડ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં બનાવવામાં આવે છે
બેંગ્લોર : યુ આર રાવ ઉપગ્રહ સેન્ટરમાં ડિઝાઇન, નિર્માણ તેમજ પરીક્ષણનું કામ કરવામાં આવે છે
તિરુવનંતપુરમ : વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્રમાં લોન્ચ યાન બનાવવામાં આવે છે.
ચેન્નાઈ: સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી પ્રક્ષેપણ કરવામાં આવે છે.
હાસાના અને ભોપાલ:   ભૂસ્થિર ઉપગ્રહ સ્ટેશનમાં માસ્ટર નિયંત્રણ સુવિધાઓ ઉપલબ્ધ છે.
હૈદરાબાદ: રાષ્ટ્રીય રિમોટ સેન્સીંગ સેન્ટરમાં ડેટા એકત્ર કરવો અને તેને સંગ્રહિત કરવાની સુવિધા છે.
બેંગ્લોર : ઈસરોની વાણિજ્ય શાખા ઈટ્રિક્સ કોર્પોરેશનની મુખ્ય શાખા કાર્યરત છે.

ઈસરોનાં મિશન મૂનનો ઈતિહાસ

ચંદ્રયાન 1 મિશન-2013
ચંદ્રયાન-1 મિશન ભારતનું સૌથી પહેલું મૂન મિશન હતું. આ ચંદ્રયાનને ઈસરો દ્વારા 4 ઑક્ટોબર,2013નાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ અંતરિક્ષ યાનમાં એક ચંદ્ર ઓર્બિટર અને એક ઈમ્પેક્ટર શામેલ હતો જેમાં અનેક એવા ઉપકરણો શામેલ હતાં જે સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન, જર્મની, સ્વીડન અને બુલ્ગારિયા જેવાં દેશોમાં બનાવવામાં આવ્યાં હતાં. તેણે ચંદ્રની 3400થી વધારે પ્રદક્ષિણાઓ કરી હતી. 2009માં અંતરિક્ષ યાન સાથેનો કોન્ટેક્ટ છૂટ્યાં બાદ મિશન સમાપ્ત થયો હતો.

Chandrayaan 2 I Source: ISRO

ચંદ્રયાન-2 મિશન-2019
ચંદ્રયાન-2 ISRO દ્વારા વિકસિત દ્વિતીય ચંદ્ર મિશન હતું. તેમાં એક ચંદ્ર ઓર્બિટર, એક લેન્ડર અને પ્રજ્ઞાન રોવર શામેલ હતાં. આ બંને ભારત દ્વારા જ બનાવવામાં આવ્યાં હતાં. આ યાનને 22 જૂલાઈ, 2019નાં રોજ આંધ્રપ્રદેશનાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લૉન્ચ પેડથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. યાન 20 ઑગસ્ટ 2019થી ચંદ્રમાની કક્ષામાં પહોચ્યું હતું પરંતુ 6 સપ્ટેમ્બર 2019નાં ઊતરતાં સમયે લેન્ડર વિક્રમ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. 

Chandrayaan 3​

ચંદ્રયાન 3 મિશન- 2023
ચંદ્રયાન-3 મિશને 23 ઑગસ્ટ 2023નાં રોજ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો. ISROનું આ તૃતિય ચંદ્ર મિશન સફળ રહ્યું. તેમાં ચંદ્રયાન 2 જેવા જ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ચંદ્રયાન-3ને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શાર, શ્રીહરિકોટાથી 14 જૂલાઈ, 2023નાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. 

ભારતીય અવકાશ કાર્યક્રમની પાંચ દાયકાની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે.
1962: પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા અવકાશ સંશોધન માટેની ભારતીય રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી. કેરળમાં થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS) પર કામ શરૂ થયું.
1963: પ્રથમ સાઉન્ડિંગ રોકેટ 21 નવેમ્બરે TERLS થી લોન્ચ કરવામાં આવ્યું
1965: થુમ્બામાં સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના
1968: અમદાવાદ, ગુજરાતમાં ઉપગ્રહ સંચાર અર્થ સ્ટેશનની સ્થાપના
1969: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ની રચના 15 ઓગસ્ટના રોજ અણુ ઊર્જા વિભાગ હેઠળ કરવામાં આવી
1971: આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી.
1972: ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DOS), ISRO સ્પેસ સેન્ટરની સ્થાપના બેંગ્લોર (બેંગલુરુ)માં કરવામાં આવી હતી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી
1975: સોવિયત સંઘ સેટેલાઇટ સૂચનાત્મક ટેલિવિઝન પ્રયોગ. ભારતે પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલે લોન્ચ કર્યો હતો.
1979: ભાસ્કર: 1 પ્રાયોગિક ઉપગ્રહ અવકાશમાં મોકલવામાં આવ્યો. રોહિણી સેટેલાઇટ સાથે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SLV:3)ની પ્રથમ પ્રાયોગિક ઉડાન. સેટેલાઇટ ભ્રમણકક્ષા સ્થાપિત કરી શકાઈ નથી.
1980: SLV:3 ની બીજી પ્રાયોગિક ઉડાન સફળ, રોહિણી ભ્રમણકક્ષામાં સ્થાપિત.
1981: SLV:3 દ્વારા રોહિણીને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવી. પ્રાયોગિક જીઓસ્ટેશનરી સેટેલાઇટ Appleનું લોન્ચિંગ. ભાસ્કરનું પ્રક્ષેપણ: 2 તત્કાલિન સોવિયેત સંઘના રોકેટમાંથી.
1982: કોમ્યુનિકેશન સેટેલાઇટ INSAT: 1A લોન્ચ 
1983: INSAT-1B ના સફળ પ્રક્ષેપણ સાથે INSAT શ્રેણીની સ્થાપના.
1984: ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માએ રશિયન સ્પેસ સ્ટેશનમાં 7 દિવસ વિતાવ્યા.
1987: SROSS સેટેલાઇટ સાથે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ (એએસએલવી) ની પ્રથમ ઉડાન નિષ્ફળ 
1988: ભારતીય રિમોટ સેન્સિંગ (IRS) ઉપગ્રહ IRA: 1A રશિયન રોકેટથી મોકલવામાં આવ્યો. એસઆરઓએસએસ સેટેલાઇટ સાથે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (એએસએલવી) ની બીજી ઉડાન નિષ્ફળ ગઈ.
1991: IRS: 1Bનું બીજું લોન્ચિંગ સફળ.
1992: ASLV એ SROSS:C ઉપગ્રહને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યો. સ્વદેશી નિર્મિત ઉપગ્રહ INSAT:2A સફળતાપૂર્વક લોન્ચ કર્યો, જે INSAT શ્રેણીનો પ્રથમ છે.
1993: IRS: 1E વહન કરતી ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)ની પ્રથમ પ્રાયોગિક ઉડાન નિષ્ફળ ગઈ.
1994: ASLVની ચોથી ઉડાન સાથે SROSS:C2 મિશન સફળ. PSLV એ IRS:P2 ને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું.
1996: PSLV એ IRS: P3 સાથે ઉડાન ભરી.
1997: IRS:1D સાથે પીએસએલવીની પ્રથમ સંપૂર્ણ ઉડાન.
1999: PSLV એ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું શરૂ કર્યું.
2001: GSAT:1 ઉપગ્રહનું જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) સાથે સફળ પ્રક્ષેપણ.
2002: PSLV એ કલ્પના 1 ઉપગ્રહ લોન્ચ કર્યો
2004: જીએસએલવીની પ્રથમ સંપૂર્ણ ઉડાન દ્વારા EDUSAT ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો.
2006: શ્રીહરિકોટામાં બીજું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવ્યું, કાર્ટોસેટ અને હેમસેટ PSLV દ્વારા મોકલવામાં આવ્યા.
2007: સ્પેસ કેપ્સ્યુલ રિકવરી એક્સપરિમેન્ટ દ્વારા કાર્ટોસેટ અને અન્ય બે વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા
2008 : ISRO એ 312 દિવસનું માનવરહિત ચંદ્ર મિશન શરૂ કર્યું. તે ચંદ્ર પરનું ભારતનું પ્રથમ મિશન હતું અને પાથ-બ્રેકિંગ સ્પેસ મિશન પણ હતું. આ પ્રયાસ કરવા માટે ISRO છ અવકાશ સંસ્થાઓમાંની એક બની.
2012: 100માં અવકાશ મિશન હેઠળ, PSLV ફ્રાન્સ અને જાપાનના ઉપગ્રહો સાથે અવકાશ માટે રવાના થયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ