બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Chandrayaan 3 After the success atmosphere of celebration everywhere

એકમય દેશ / ગુલાલની છોળો ઉડી, આતશબાજી સાથે ભારત માતાનો જયઘોષ, ચહેરા પર છલકાતી આ ખુશી સબૂત છે અંતરીક્ષ વિજયની

Dinesh

Last Updated: 07:56 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : દેશના વૈજ્ઞાનિકો સહિત નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ચંદ્રયાનની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ છવાયો છે

 

  • ચંદ્રયાન-3ની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણી
  • ચંદ્રયાન 3ની સફળતાને લઈ લોકોમાં ખુશી
  • ઈસરોના લીધે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી


ચંદ્રયાન 3ની માહિતી: ભારત દેશએ અંતરીક્ષમાં પોતાની સિદ્ધિનો ડંકો વગાડ્યો છે. ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરી લીધું છે. 23 ઓગસ્ટ 2023નો દિવસ ભારત માટે ખાસ યાદગાર બની ગયો છે. લેન્ડર વિક્રમ આજે લેન્ડિંગ સાથે પોતાનું કામ શરૂ કર્યું છે. દેશના વૈજ્ઞાનિકો સહિત નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાનની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ છવાયો છે. લોકોએ ગુલાલ ઉડાવી ઉજવણી કરી છે તેમજ ખોખરા યુથ ફેડરેશનએ ફટાકડા ફોડી આતશબાજી કરી છે 

ભાવનગરમાં ઠેર ઠેર ઉજવણી
ભાવનગરમાં ઠેર ઠેર ચંદ્રયાન-3ની સફળતના લઈ ઉજવણી કરાઈ રહી છે. શહેરના નવાપરા ખાતે આવેલ SP ઓફિસ ખાતે પોલીસ બેન્ડ સાથે લોકોએ ચંદ્રયાન 3ની સફળતા પૂર્વક લેન્ડિંગને વધાવ્યું છે.

લોકોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાના ડીસામાં ચંદ્રયાન 3ની સફળતાને લઈ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભાજપ કાર્યકરોએ આતશબાજી સાથે ઉજવણી કરી છે. તિરંગા સાથે ભારત માતાકી જયના નારા સાથે એકબીજાનું મો મીઠું કરાવ્યું હતું.

શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા ખાતે ઉજવણી
આણંદના પેટલાદ ખાતે આવેલ શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા ખાતે ચંદ્રયાનની શફળતાની ઉજવણી કરાઈ છે. શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા ખાતે ચંદ્ર સ્તોત્ર સાથે શ્રી રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. ભાથીજી મંદિરથી તિરંગાયાત્રા યોજવામાં આવી હતી. આતશબાજી કરી ચંદ્રયાનના સફળ લેન્ડિંગની આનંદસભર ઉડવણી કરાઈ હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ