બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / chandragrahan 2022 of the year will take place on november 8

ચંદ્રગ્રહણ 2022 / સૂર્યગ્રહણ બાદ હવે ભારતમાં દેખાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો તેનો સૂતક કાળ અને પ્રભાવ

Vaidehi

Last Updated: 11:42 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022નાં બીજાં ચંદ્રગ્રહણની કેટલાક લોકો પર અસર થઇ શકે છે . ગ્રહણકાળમાં સ્નાન અને દાનનું ખાસ મહત્વ હોય છે. સાથે જ આ ગ્રહણનાં સૂતકકાળ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • 15 દિવસની અંદર દેખાશે બીજો ચંદ્રગ્રહણ
  • ભારતમાં 1.50 કલાક માટે દેખાશે આ ચંદ્રગ્રહણ
  • 8 નવેમ્બરનાં રોજ લાગશે ગ્રહણ

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 ઑક્ટોબરનાં રોજ લાગ્યું હતું તેના 15 દિવસ બાદ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરનાં રોજ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે લાગશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. ભારતમાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ દેખાવાને લીધે સૂતકકાળ લાગૂ પડશે. આશરે 1.50 કલાક સુધી આ ગ્રહણને દેશમાં જોવા મળશે. 

ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણનો સમય
નવેમ્બર 8 નાં થનારો પૂર્ણ ચંદ્રગ્રહણન સાંજના આશરે 5.30 વાગ્યા આસપાસ શરૂ થશે અને સાંજે 06.19 સુધી દશ્યમાન રહેશે.

ચંદ્રગ્રહણ ક્યાં જોઇ શકાશે?
ભારત સિવાસ આ ઉત્તરી અને દક્ષિણી અમેરિકામાં જોવા મળશે. આ સિવાય ઑસ્ટ્રેલિયા ,એશિયા, ઉત્તરી પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં પણ જોવા મળશે. 

ચંદ્રગ્રહણનો સૂતક કાળ
આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ 8 નવેમ્બરનાં સવારે 9.21 મીનિટે શરૂ થશે જે સાંજે ગ્રહણની સાથે જ 6.19 એ સમાપ્ત થશે. 

2 ગ્રહણનો પ્રભાવ
જ્યોતિષોના જણાવ્યા અનુસાર 15 દિવસની અંદર 2 ગ્રહણ લાગવાનો પ્રભાવ દુનિયાભરમાં પડશે. વાતાવરણમાં અચાનક બદલાવ શક્ય છે અને સાથે જ વેપારીઓની ચિંતા વધી શકે છે. 

ચંદ્રગ્રહણ પર  આ બાબતોનું રાખવું ધ્યાન
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ એક અશુભ ઘટના છે. તેનાથી આપણાં જીવન પર નકારાત્મક અસર પડે છે. ગ્રહણકાળમાં મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગ્રહણકાળમાં ભોજન કરવાની પણ મનાઇ હોય છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવું અનિવાર્ય છે અને ઘરમાં ગંગાજળનો છંટકાવ પર આવશ્યક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ