બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Chandra Grahan sutak kal started at 4 o'clock, don't do this work by mistake, these rules have to be followed till tonight

Chandra Grahan / ચંદ્રગ્રહણ: ચાર વાગતા જ શરૂ થયો સૂતકકાળ, ભૂલથી પણ ન કરતાં આ કામ, આજ રાત સુધી પાળવા પડશે આ નિયમો

Megha

Last Updated: 04:06 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા એટલે કે 4 વાગ્યાથી શરુ થઈ ગયું છે અને ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી જ સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ.

  • સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરુ થાય 
  • સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગી ગયું છે
  • ચંદ્રગ્રહણ અને સુતક સમયગાળા દરમિયાન શું ન કરવું 

આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને રાત્રે 2.22 વાગ્યે સમાપ્ત થશે. જો કે સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગી ગયું છે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી ચાલુ રહેશે. 

Chandra Grahan 2023 vastu tips will change your life makes you rich financial stability during lunar eclipse

સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરુ થાય 
સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા એટલે કે 4 વાગ્યાથી શરુ થઈ ગયું છે અને ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી જ તે સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પૂજા ન કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર જ્યારે સુતક કાળ શરૂ થાય છે ત્યારે પૃથ્વીનું વાતાવરણ પ્રદૂષિત અને પ્રભાવિત થાય છે.

4 વાગ્યા બાદ શું કરવું અને શું ન કરવું 
સૂતક કાળ અને ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે. આ સમયે ખાવું, પીવું, સૂવું, નખ કાપવું, રસોઈ બનાવવી, તેલ લગાવવું વગેરે પણ વર્જિત છે. ચંદ્રગ્રહણના સુતક સમયગાળા દરમિયાન દાન અને જાપ વગેરેનું મહત્વ માનવામાં આવે છે.પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવામાં આવે છે. મંત્રોના જાપ કરવાથી જલ્દી લાભ મળે છે અને આ સમયે મંત્ર સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

Chandragrahan 2023 timing niyam hindu panchang information

ચંદ્રગ્રહણ અને સુતક સમયગાળા દરમિયાન શું ન કરવું 
1. ચંદ્રગ્રહણનો સુતક સમય શરૂ થયા પછી મંદિરમાં પૂજા ન કરવી. દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શશો નહીં.
2. સુતક કાળ પછી ઘરમાં ભોજન ન બનાવવું. તેના બદલે સુતક કાળ પહેલા ઘરમાં રાખેલા ભોજનમાં તુલસીના પાન ઉમેરી દો.
3. ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન ભોજન ન કરવું. આ સમય દરમિયાન ગુસ્સો ન કરો. આ ચંદ્રગ્રહણની અસર આગામી 15 દિવસ સુધી રહી શકે છે.
4. ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ નિર્જન સ્થળ અથવા સ્મશાન પર ન જવું જોઈએ. આ સમયગાળા દરમિયાન, નકારાત્મક શક્તિઓ ખૂબ જ પ્રબળ હોય છે. 
5. સુતક કાળ શરૂ થયા પછી કોઈ પણ નવું કે શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધુ હોય છે.
6. ચંદ્રગ્રહણનો સુતક સમય શરૂ થયા પછી તુલસીના છોડને સ્પર્શ કરશો નહીં તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ કરવાનું ટાળો

Complete information about lunar eclipse: At what time will the eclipse occur on Sharad Poonam? Know the rules whether it...

ચંદ્રગ્રહણ વખતે શું કરવું?
1. ચંદ્રગ્રહણ દરમિયાન માત્ર ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ જે દસ ગણા ફળદાયી માનવામાં આવે છે.
2. ચંદ્રગ્રહણ પછી શુદ્ધ પાણીથી સ્નાન કરવું જોઈએ અને ગરીબોને દાન કરવું જોઈએ.
3. ચંદ્રગ્રહણ પછી આખા ઘરની શુદ્ધિ કરવી જોઈએ. આમ કરવાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
4. ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન અને જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. 

ચંદ્રગ્રહણ કોને કહેવાય?
જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક રેખામાં આવે છે, તો આવી સ્થિતિમાં ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જાય છે. આ રીતે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી ન પહોંચવાને કારણે અંધકાર પ્રવર્તે છે. આને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ આંશિક રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ