બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Chandra Grahan 2023 lunar eclipse Date sutak time in india

Chandra Grahan 2023 / આવતા મહિને છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ! જાણો સૂતક કાળનો સમય અને ક્યાં ક્યાં જોવા મળશે

Arohi

Last Updated: 04:04 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2023 Date: વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ વૈશાખની પૂનમ એટલે કે બુદ્ધ પુનમ પર છે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણનો સમય, સૂતક કાળ ક્યારથી શરૂ થશે અને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે.

  • આ તારીખે છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 
  • જાણો ચંદ્ર ગ્રહણનો સમય અને સુતક કાળ 
  • આ જગ્યાઓ પર દેખાશે ચંદ્ર ગ્રહણ 

વર્ષ 2023માં કુલ ચાર ગ્રહણ લાગશે. વૈશાખ અમાસ પર સૂર્ય ગ્રહણ બાદ હવે જલ્દી જ ચંદ્ર ગ્રહણ લાગશે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ વૈશાખી પુનમ એટલે કે બુદ્ધ પુનમ પર લાગશે. વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોઈએ તો ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી ચંદ્રમા અને સૂર્યની વચ્ચે આવી જાય છે. 

પુરાણો અનુસાર જ્યારે રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે ત્યારે ચંદ્ર ગ્રહણનો સંયોગ બને છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણ પહેલા સૂતક કાળ લાગુ થાય છે. ચંદ્ર ગ્રહણ પહેલા લાગતા સૂતકના સમયગાળાને અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણનો સમય, સુતક કાળ ક્યારથી શરૂ થશે અને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ક્યાં-ક્યાં જોવા મળશે. 

ચંદ્ર ગ્રહણ 2023 
વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મે 2023, શુક્રવારે રાત્રે 8.45 મિનિટથી શરૂ થશે અને તેની સમાપ્તિ મોડી રાત્રે 1 વાગ્યાથી થશે. આ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ થશે. આ દિવસે વૈશાખ મહિનાની પૂર્ણિમા પણ છે જેનાથી બુધ્ધ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. 

ચંદ્ર ગ્રહણનો પરમગ્રાસ સમય 10.53 મિનિટ પર છે. ચંદ્ર ગ્રહણનો સુતક કાળ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે પરંતુ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે માટે અહીં બધાનો સુતક કાળ માન્ય નહીં રહે. 

ઉપચ્છાયાનો સમય- 04.15 મિનિટ્સ 34 સેકન્ડ્સ
ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણનું પરિણામ- 0.95 

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે? 
આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે એટલે કે ચંદ્રમા પર પૃથ્વનીની છાયા ફક્ત એક તરફ રહેવાના કારણે આ ગ્રહણ દરેક જગ્યાએ નહીં જોઈ શકાય. 

વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણની અસર યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, એન્ટાર્કટિકા, પ્રશાંત અટલાંટિક અને હિંદ મહાસાગર પર રહેશે. 

વર્ષનું પહેલું ઉપછાયા ચંદ્ર ગ્રહણ 
જ્યારે ચંદ્ર પર પૃથ્વીની છાયા ન પડીને ઉપછાયા પડે છે. તો તેને ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. હકીકતે ગ્રહણ લાગવાથી પહેલા ચંદ્રમા પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે જેને ચંદ્ર માલિન્ય કહે છે.

ત્યાર બાદ ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક છાયા ભૂભામાં પ્રવેશ કરે છે પરંતુ ઘણી વખત ચંદ્રમા ઉપછાયામાં પ્રવેશ કરીને ઉપછાયા શંકુથી બહાર નિકળીને આવે છે. એવામાં ઉપછાયાનો સમય ચંદ્રમાની રોશનીમાં હલ્કો ઝાંખો થઈ જાય છે. ચંદ્રમાનો રંગ ડાર્ક થઈ જાય છે તેને ઉપછાયા ચંદ્ર ગ્રહણ કહે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ