બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Central Govt sends 2 more NDRF teams to Gujarat, 150 km speed cyclone likely to hit

સાયક્લોન / ગુજરાતના માથે મંડરાતો ખતરો: કેન્દ્ર સરકારે મોકલી NDRFની વધુ 2 ટીમો, 150 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાવાની શક્યતા

Malay

Last Updated: 11:01 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone Update: બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત મોકલવામાં આવી છે.

 

  • કેન્દ્ર સરકારે ગુજરાત મોકલી NDRFની 2 ટીમ
  • મહારાષ્ટ્રથી 2 ટીમ ગુજરાત આવશે
  • ગુજરાત આવનારી ટીમને રિઝર્વ રખાશે

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.  અરબી સમુદ્રમાં શક્તિશાળી બનેલું વાવાઝોડું હાલ પોરબંદરથી 340 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સક્રિય બન્યું છે.

કેન્દ્ર સરકારે NDRFની વધુ 2 ટીમ મોકલી
કેન્દ્ર સરકાર દ્વારા NDRFની વધુ 2 ટીમ ગુજરાત મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત આવવવા માટે રવાના થઈ છે. મહારાષ્ટ્રથી આવનારી NRDFની ટીમ રિઝર્વ રાખવામાં આવશે. અત્યારે કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRF, NDRFની 2-2 ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા NDRFની 1 ટીમ રિઝર્વ રખાઈ છે. 

રાજ્યમાં 'મહા' વાવાઝોડાના પહોંચી વળવા તંત્ર સજ્જ? | 15 NDRF Team stand to  on Gujarat for a fight to cyclone maha Maha

કેટલાક દરિયાકાંઠે 9 નંબરનું સિગ્નલ લગાવાયું
બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠે 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના બંદરો પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદર બાદ હવે કચ્છમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. તો કેન્દ્ર સરકાર પર સ્થિતિ પર નજર રાખી રહી છે.

જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે નંબર 3નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદનો દરિયો વધુ રફ બનતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ વધતા જાફરાબાદ બંદર પર સતર્કતા વધારાઈ છે. જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ હટાવી 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

લોકોને સલામત સ્થળે ખસેડવાની હાથ ધરાઈ કામગીરી
ગીર સોમનાથમાં વાવાઝોડાના ખતરાને પગલે સ્થળાંત્તર કરાયું છે. ગીર સોમનાથ પોલીસે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાને વાવાઝોડાના ખતરા સંદર્ભે યલો ઝોનમાં મુકાયો છે. વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના 67 ગામોના 8300 લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. 

વાવાઝોડાની સ્થિતિમાં શું કરવું?

  • રેડિયો, ટી.વી.સમાચાર, જાહેરાતના સંપર્કમાં રહેવું
  • માછીમારોએ દરિયો ન ખેડવો
  • બોટને સલામત સ્થળે લાંગરવી
  • અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું
  • ઘરના બારી-બારણાં, છાપરાની મજબૂતાઈ ચકાસી લેવી
  • ફાનસ, ટોર્ચ, ખાદ્ય સામગ્રી સાથે રાખવી
  • પાણી, કપડા જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ સાથે રાખવી
  • જરૂરી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો
  • વાહનો ચાલી શકે એવી સ્થિતિમાં રાખવા
  • જરૂર પડે સલામત સ્થળે ખસી જવું
  • પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા

વાવાઝોડાની સ્થિતિમાં શું ન કરવું?

  • પાણીના સ્ત્રોતની નજીક ન જવું
  • ઝાડ કે થાંભલાઓ પાસે ન ઉભા રહેવું
  • ઘરની બહાર નિકળવું નહીં
  • વીજપ્રવાહ, ગેસ કનેકશન ચાલુ ન રાખવા
  • ઘરના બારી-બારણાં ખુલ્લા ન રાખવા
  • અફવાઓ ઉપર ધ્યાન ન આપવું

વાવાઝોડા પછીની સ્થિતિમાં શું કરવું?

  • તંત્રની સૂચના મળ્યા પછી જ બહાર નિકળવું
  • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં
  • ઈજાગ્રસ્ત કોઈ હોય તો પ્રાથમિક સારવાર આપવી
  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક દવાખાને ખસેડવા
  • ખુલ્લા કે છૂટા પડેલા વાયરને અડકવું નહીં
  • કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો
  • અતિશય નુકસાનગ્રસ્ત, ભયજનક મકાનોને તાત્કાલિક ઉતારી લેવા
  • પીવાનું પાણી ક્લોરિનયુક્ત હોવું જરૂરી
  • ગંદુ પાણી હોય ત્યાં દવાનો છંટકાવ કરવો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ