બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / central govt on tobacco rule fot ott platform like netflix disney and hotstar

OTT / મોદી સરકાર લાવી નવો નિયમ: નેટફ્લિકસ, એમેઝોન, ડિઝની જેવા પ્લેટ્ફોર્મસની વધશે મુસીબત

Manisha Jogi

Last Updated: 10:50 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેટફ્લિક્સ, એમેઝોન અને ડિઝ્ની હોટસ્ટારની મુશ્કેલીમાં વધારો થયો છે. નેટફ્લિક્સ, એમેઝોન અને ડિઝ્ની હોટસ્ટારે મોદી સરકારના દિશાનિર્દેશ અનુસાર તમાકુના ઉપયોગ બાબતે ચેતવણી જાહેર કરવાની રહેશે.

  • મોદી સરકાર તરફથી ઓટીટી કન્ટેન્ટ માટે એક નવો નિયમ જાહેર
  • તમાકુના ઉપયોગ બાબતે ચેતવણી જાહેર કરવાની રહેશે
  • ઓટીટી કન્ટેન્ટ પ્રોવાઈડર કંપનીઓનો સરકાર સામે વિરોધ

મોદી સરકાર તરફથી ઓટીટી કન્ટેન્ટ માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. જેના કારણે નેટફ્લિક્સ, એમેઝોન અને ડિઝ્ની હોટસ્ટારની મુશ્કેલીમાં વધારો થયો છે. નેટફ્લિક્સ, એમેઝોન અને ડિઝ્ની હોટસ્ટારે મોદી સરકારના દિશાનિર્દેશ અનુસાર તમાકુના ઉપયોગ બાબતે ચેતવણી જાહેર કરવાની રહેશે. ઓટીટી કન્ટેન્ટ પ્રોવાઈડર કંપની જણાવે છે કે, આ પ્રકારે કરવું સંભવ નથી. 

નિર્ણયના વિરોધનું કારણ
સ્ટ્રીમિંગ કંપનીઓ જણાવે છે કે, આ પ્રકારે કરવાથી લાખોની સંખ્યામાં હોલીવુડ અને બોલિવુડ વેબ શો એડિટ કરવાના રહેશે. આ કન્ટેન્ટ અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમામ ભાષામાં ચેતવણી ઉપલબ્ધ કરવામાં મુશ્કેલી તશે. જેથી ઓટીટી કંપનીઓ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. 

ઓટીટી કંપનીઓ પર કાર્યવાહી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ પ્લેટફોર્મને ત્રણ મહિનામાં ધૂમ્રપાનના કોઈપણ ફોટો અથવા વિડીયોની ડિસ્પ્લે દરમિયાન ચેતવણી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રકારે કરવામાં નહીં આવે તો ઓટીટી કન્ટેન્ટ પ્રોવાઈડ કરનાર કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. ઓટીટી કન્ટેન્ટ પ્રોવાઈડર કંપનીઓ જણાવે છે કે, આ પ્રકારે ક્રિએટર્સની અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા પર તરાપ છે. 

શો પહેલા અને શો પછી ચેતવણી જાહેર કરવાની રહેશે
નવા નિયમ અનુસાર કંપનીઓએ તમામ શોની શરૂઆત અને અંતમાં તમાકુના ઉપયોગ બાબતે ચેતવણી જાહેર કરવાની રહેશે. કંપનીઓએ ઓછામાં ઓછી 50 સેકન્ડના તમાકુ વિરોધી વિજ્ઞાપન દર્શાવવાના રહેશે. જેમાં ઓડિયો અને વિઝ્યુઅલ શામેલ કરી શકાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ