બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Central employees get ready for good news, big relief in dearness allowance may be available

7મું પગાર પંચ / કેન્દ્રીય કર્મચારીઓ ગુડ ન્યુઝ માટે તૈયાર થઇ જાઓ, મોંઘવારી ભથ્થામાં મળી શકે છે મોટી રાહત, જાણો ક્યારથી

Priyakant

Last Updated: 12:00 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાના આગલા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

  • કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ 
  • મોંઘવારી ભથ્થામાં મળી શકે છે મોટી રાહત
  • કેન્દ્રીય કર્મચારીઓને ટુંક સમયમાં ગુડ ન્યુઝ મળી શકે

કેન્દ્રીય કર્મચારીઓને ટુંક સમયમાં ગુડ ન્યુઝ મળી શકે છે. વાત જાણે એમ છે કે, હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાના આગલા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષે 'હોળી ભેટ' તરીકે અપેક્ષા કરતાં વધુ મળી શકે છે. 

7મા પગારપંચના નિયમો હેઠળ ડીએમાં વધારાના આગામી રાઉન્ડ ઉપરાંત સરકારી કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો મળશે. જેના કારણે તેમનો પગાર પણ વધશે અને સૌથી મોટી, લાંબા સમયથી ચાલી રહેલી 18 મહિનાની ડીએ એરિયર્સની માંગ સફળ થશે.

Indian currency (File Photo)

18 મહિનાના એરિયર્સની ચૂકવણી થશે ? 
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાના એરિયર્સની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અથવા પુષ્ટિ થયેલ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમ છતાં મીડિયા સૂત્રો દાવો કરે છે કે, સરકાર માર્ચમાં નિર્ણય લઈ શકે છે. સરકાર શરૂઆતથી જ તેના સ્ટેન્ડ પર મક્કમ છે કે જ્યારે કોવિડ-19 રોગચાળાને કારણે ડીએમાં વધારો અટકાવવામાં આવ્યો હતો, ત્યારે બાકી રકમનો કોઈ પ્રશ્ન જ નહોતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓનો પક્ષ જાન્યુઆરી 2020 અને જૂન 2021 વચ્ચેના 18 મહિનાના બાકી ચૂકવણીને લઈને દબાણ કરી રહ્યો છે. લેવલ 3 કેટેગરીના સરકારી કર્મચારીઓને 11,880-37,554 રૂપિયાની વચ્ચે જ્યારે લેવલ 13/14ના કર્મચારીઓને 1,44,200-2,15,900 રૂપિયાની વચ્ચે મળી શકે છે. મોરચાના હિતધારકો વચ્ચેની ચર્ચાના આધારે ભવિષ્યમાં આંકડા બદલાઈ શકે છે.

Indian currency (File Photo)

DAમાં 4 ટકાનો વધારો થઈ શકે 
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માર્ચમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને તેમાં વધારો કરી શકે છે. કર્મચારી યુનિયનના અધિકારીઓને ટાંકીને સમાચાર આવી ચૂક્યા છે કે, ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. આ આંકડો નવીનતમ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ડેટાના આધારે અપેક્ષિત છે.

નોંધનીય છે કે, કર્મચારીઓના જીવનધોરણને સુધારવા માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. આ ભથ્થું સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે કે, મોંઘવારી વધ્યા પછી પણ કર્મચારીઓને જીવન જીવવામાં કોઈ મુશ્કેલી ન પડે. સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને જાન્યુઆરી અને જુલાઈમાં સુધારો કરવામાં આવે છે.

Indian currency (File Photo)

ક્યાં ફોર્મ્યુલાથી મોંઘવારી ભથ્થામાં થાય છે વધારો ?
મોંઘવારી ભથ્થું મૂળ પગાર પર ગણવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે છે, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) દ્વારા નક્કી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ટકાવારી = છેલ્લા 12 મહિનાની CPI ની સરેરાશ-115.76. હવે જે પણ આવશે તેને 115.76 વડે ભાગવામાં આવશે. જે સંખ્યા આવશે તેને 100 વડે ગુણાકાર કરવામાં આવશે. આની મદદથી તમે તમારી ગણતરી કરી શકો છો. કે તમારા પગારમાં કેટલો વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ