બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Celebrations started in America before Ayodhya, Hindus took out a grand rally, the festival will last for a month

વતનપ્રેમ / અયોધ્યા પહેલા અમેરિકામાં જશ્ન શરૂ: રસ્તા પર લહેરાયા ભગવા ધ્વજ, હિન્દુઓએ કાઢી ભવ્ય રેલી, એક મહિનો ચાલશે ઉત્સવ

Priyakant

Last Updated: 01:21 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Celebration in America about Ram Mandir Latest News: 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં લગભગ 1000 હિન્દુ પરિવારો સાથે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે

  • અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન
  • રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકામાં એક મહિના સુધી તેની ઉજવણી
  • શનિવારે એક વિશાળ કાર રેલી સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી

Celebration in America about Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોમાં પણ એવો જ ઉત્સાહ અને ઉમંગ છે. આ તરફ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકામાં એક મહિના સુધી તેની ઉજવણી કરવામાં આવશે. શનિવારે એક વિશાળ કાર રેલી સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. વોશિંગ્ટન DCના ઉપનગરીય વિસ્તારોમાં આ કાર રેલી કાઢવામાં આવી હતી.

અમેરિકામાં એક મહિના સુધી ચાલશે ઉજવણી
અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના ઘણા સભ્યો શનિવારે મેરીલેન્ડ નજીકના ફ્રેડરિક સિટીમાં શ્રી ભક્ત અંજનેય મંદિરમાં એકઠા થયા હતા અને રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે કાર રેલી કાઢી હતી. આ દરમિયાન અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેન્દ્ર સાપાએ કહ્યું કે, હિન્દુઓના 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અમે અમેરિકામાં પણ આ ઐતિહાસિક અવસરની ઉજવણી કરી રહ્યા છીએ. 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં લગભગ 1000 હિન્દુ પરિવારો સાથે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.

ફેસ્ટિવલ દરમિયાન આ ઇવેન્ટ્સ થશે
અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેન્દ્ર સાપાએ જણાવ્યું હતું કે, ઉત્સવ દરમિયાન રામ લીલાનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામની કથાઓ, ભગવાન રામની આરતી અને ભજનો પણ ગાવામાં આવશે. આ દરમિયાન અમેરિકામાં જન્મેલા બાળકોને ભગવાન રામના જીવન વિશે પણ જણાવવામાં આવશે. આ ઉજવણીના કો-ઓર્ડિનેટર અને સ્થાનિક તમિલ હિન્દુ નેતા પ્રેમ કુમાર સ્વામીનાથને કાર રેલી દરમિયાન તમિલ ભાષામાં ભગવાન રામનું ભજન ગાયું હતું અને 20 જાન્યુઆરીએ ઉજવણી માટે તમામ પરિવારોને આમંત્રણ પણ આપ્યું હતું.

કાર રેલીમાં હાજર અન્ય લોકોએ કન્નડ, તેલુગુ અને અન્ય ભારતીય ભાષાઓમાં ભગવાન શ્રી રામના મહત્વ વિશે પણ વાત કરી હતી. આ કાર રેલીનું આયોજન કૃષ્ણ ગુડીપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો. 5 ઓગસ્ટ, 2020ના રોજ PM મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ