બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Celebration of North America Day in Pramuchswami Nagari

શતાબ્દી મહોત્સવ / અમેરિકાના બાળકો-યુવાનો રંગાયા ભક્તિના રંગામાં, પ્રમુખ નગરીમાં કર્યું સત્સંગના પાઠ અને કીર્તનગાન

Dinesh

Last Updated: 09:39 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખુખ સ્વામી મહારાજની સુહાસ અમેરિકા સુધી પહોંચી, નોર્થ અમેરિકાના બાળ-યુવા સંગીત વૃંદ દ્વારા સત્સંગદીક્ષાના પાઠ અને કીર્તનગાન કરાયો

  • પ્રમુખ નગરીમાં નોર્થ અમેરિકા દિનની ઉજવણી
  • પ્રખુખ સ્વામી મહારાજની સુહાસ અમેરિકા સુધી પહોંચી
  • અમેરિકાના બાળ-યુવા સંગીત વૃંદ દ્વારા સત્સંગદીક્ષાના પાઠ કરાયો


પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે જેની અનેક મહાનુભવો મુલાકાત લઈ રહ્યાં છે ત્યારે આજે પ્રખુખ સ્વામી મહારાજે આપેલા વિવિધ સંદેશાની સુહાસ અમેરિકા સુધી પહોંચી છે. 

પ્રમુખ નગરીમાં નોર્થ અમેરિકા દિન ઉજવણી
આજે નોર્થ અમેરિકાના બાળ-યુવા સંગીત વૃંદ દ્વારા સત્સંગદીક્ષાના પાઠ અને કીર્તનગાન સાથે સભાનો શુભારંભ થયો હતો. BAPS વરિષ્ઠ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ નોર્થ અમેરિકા સત્સંગ વિષયક સંઘર્ષો અને પુરુષાર્થની કહાણી વિડિયો દ્વારા દર્શાવવામાં આવી હતી. 1991માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ન્યૂજર્સી ખાતે યોજાયેલ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં સ્વયંસેવકોએ કરેલ પુરુષાર્થની ગાથા વિડિયોના માધ્યમથી દર્શાવવામાં આવી હતી. નોર્થ અમેરિકામાં નિર્માણ પામેલા BAPS મંદિરોની સૃષ્ટિ, મંદિરોના પ્રભાવ, બાળકો-યુવાનોના જીવનમાં મંદિરોના પ્રભાવ વિષયક વિડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.  આજના અવસરે અનેક મહાનુભાવોએ પરમ પ્રમુખસ્વામી મહારાજને વાક–પુષ્પાંજલિ અર્પણ કરી હતી.    

BAPSના જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું
BAPSના જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે, ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ટેક્સ્ટ બુક સમાન છે, દિલ્લીનું સ્વામિનારાયણ અક્ષરધામ લાઇબ્રેરી જેવું છે, જ્યારે ન્યૂજર્સીનું અક્ષરધામ એનસાયક્લોપીડિયા જેવું છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન જોતાં આપણે શીખી શકીએ છીએ કે સખત પુરુષાર્થ અને નૈતિકતાનો સંગમ સફળતા અપાવે છે. પ્રમુખસ્વામી નગરમાં ઉત્સાહ, આનંદ અને સુવ્યવસ્થાનો સુમેળ જોવા મળે છે. 

પ્રવેશ માટે કુલ 7 પ્રવેશદ્વાર 
શતાબ્દી મહોત્સવ નગરીમાં સહેલાઈ થી પ્રવેશ માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયાં છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર- સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે.

ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે     

  • 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
  • 11 જાન્યુઆરીએ  BAPS એશિયા પેસિફિક દિવ 
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
  • 14  જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ