બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Celebration of Dhuleti in Ahmedabad

ધૂળેટીની ધૂમ ઉજવણી / અમદાવાદના ધૂળેટીના બે રંગ: ક્લબોમાં રેઈન ડાન્સ અને ફૉમ પાર્ટી તો બીજી તરફ કૃષ્ણ મંદિરોમાં પણ જોરદાર ઉજવણી

Priyakant

Last Updated: 12:15 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પડતર દિવસને પણ તહેવારમાં બદલી નાખે તેવા અમદાવાદીઓ ગઈકાલે ધૂળેટીની ઉજવણી કર્યા બાદ આજે પણ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે

  • અમદાવાદમાં ધુળેટીની ધામધુમથી ઉજવણી
  • વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા, 150 જેટલી પાર્ટીઓનું આયોજન
  • પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
  • ક્લબ,પાર્ટી પ્લોટ,સોસાયટીમાં ઉજવણી
  • ધાર્મિક સ્થળોએ પણ ધુળેટીના પર્વની ઉજવણી 

અમદાવાદીઓ કોઇ પણ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે અને જ્યારે તહેવારોની વચ્ચે પડતર દિવસ આવે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવું થઇ જાય છે. પડતર દિવસને પણ તહેવારમાં બદલી નાખે તેવા અમદાવાદીઓ ગઈકાલે ધૂળેટીની ઉજવણી કર્યા બાદ આજે પણ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. હોળીના બીજા દિવસે ધુળેટી હોય તેવું માનનારા વર્ગે ગઈકાલે રંગોત્સવ મનાવ્યો પણ ખરેખર ધુળેટી આજે હોવાથી મોટાભાગના લોકો ધુળેટીનો તહેવાર હાલ માનવી રહ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા તો 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. 

રેઇન ડાન્સની મોજ માણતા અમદાવાદીઓ
અમદાવાદમાં  ધુળેટીને લઈને સેલિબ્રેશનનો માહોલ છે. અમદાવાદીઓ હાલ પુર જોશમાં ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. આજે અમદાવાદમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. આ સાથે શહેરના ક્લબ અને પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. આજે SP રિંગ રોડ પર આવેલા બેબીલોન ક્લબમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. જેમાં અમદાવાદીઓ રેઇન ડાન્સની મોજ માણતા જોવા મળ્યા હતા. 

અમદાવાદમાં ધુળેટીની ધામધુમથી ઉજવણી
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ધુળેટીના દિવસે 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન, SG હાઈવે વિસ્તારના પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કરાયું છે. આજે બોડકદેવ પાર્ટી પ્લોટ ખાતે "રંગ દે" થીમ પર ઉજવણી કરાઇ છે. જેમાં DJ અને ઢોલના તાલે રંગબેરંગી રંગો સાથે ધુળેટીની ઉજવણી કરાઈ હતી. 

રાજ્યભરમાં ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી
ગુજરાતમાં ધૂળેટીના તહેવારને લઈ ક્લબ, પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં ઉજવણી કરાઇ રહી છે. અમદાવાદના શેલામાં પણ સોસાયટીમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે આકાસા સોસાયટીમાં DJના તાલે રહીશો ઝુમ્યા હતા.

મહિલાઓ અને બાળકોએ સોસાયટીના બગીચામાં ઉજવણી કરી હતી. આ સાથે DJ અને રંગબેરંગી કલર સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. 

અમદાવાદીઓમાં ધુળેટીને લઈ અનેરો ઉત્સાહ
અમદાવાદ શહેરના 150 પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણી કરાઇ રહી છે. આજે સિંધુ ભવન, SG હાઈવે વિસ્તારના પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન છે. આ સાથે અમદાવાદ શહેરમાં 70થી વધુ રેઇન ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરાયું છે.

આજે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. આ સાથે ધાર્મિક સ્થળો પણ ધુળેટીના પર્વની ઉજવણી માટે સજ્જ છે. ભાડજના હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન મંદિર, પુષ્ટી માર્ગીય હવેલીમાં પણ ધૂળેટીને લઈ આયોજન કરાયું છે. આ સાથે રાધા-કૃષ્ણ મંદિરોમાં ભગવાનને ધુળેટીનો વિશેષ શણગાર કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ