બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CCPA notice to these 5 e-commerce companies including Amazon, Flipkart: order to remove this car-related product

આદેશ / Amazon, Flipkart સહિત આ 5 ઈ-કોમર્સ કંપનીઑને CCPAની નોટિસ: કાર સાથે જોડાયેલ આ પ્રોડક્ટ હટાવવા આદેશ

Pravin Joshi

Last Updated: 03:38 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી કાર સીટ બેલ્ટ એલાર્મ ડિએક્ટિવેશન ડિવાઈસને દૂર કરવાનો આદેશ આપ્યો છે

  • ઈ-કોમર્સ કંપનીઓને CCPA દ્વારા આપવામાં આવી નોટિસ
  • કાર સીટ બેલ્ટ એલાર્મ ડિએક્ટિવેશન ડિવાઈસને દૂર કરવા આદેશ
  • પ્લેટફોર્મ પરથી 13,118 કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ દૂર કરી 

12 મે ઈ-કોમર્સ કંપનીઓ તેમના પ્લેટફોર્મ પરથી કાર સીટ બેલ્ટ એલાર્મ બંધ કરતા ઉપકરણો વેચી શકશે નહીં. કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેટર CCPA એ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત પાંચ ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી આવા ટૂલ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. નિયમનકારે જણાવ્યું હતું કે આ ઉપકરણો જ્યારે સીટ બેલ્ટ ન પહેરવામાં આવે ત્યારે એલાર્મનો અવાજ બંધ કરે છે, જેનાથી મુસાફરોની સલામતી સાથે ચેડા થાય છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, શોપક્લુઝ અને મીશોને તેમના પ્લેટફોર્મ પરથી કાર સીટ બેલ્ટ 'સ્ટોપર ક્લિપ્સ' અને સંબંધિત એક્સેસરીઝને કાયમી ધોરણે દૂર કરવા જણાવ્યું છે.

amazon and flipkart sale get discount on smartphones and this product

13,118 કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ દૂર કરી 

આ આદેશ બાદ પાંચ ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી 13,118 કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ દૂર કરી છે. જ્યારે એમેઝોને આવી 8,095 ક્લિપ્સ દૂર કરી છે, ત્યારે ફ્લિપકાર્ટે લગભગ 5,000 ક્લિપ્સ દૂર કરી છે, એમ નિયમનકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત CCPA એ રાજ્યોના મુખ્ય સચિવો અને જિલ્લા મેજિસ્ટ્રેટને પણ પત્ર લખીને આવા ઉપકરણોનું ઉત્પાદન અને વેચાણ કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ