બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CBI started to investigate the case after filing the FIR

કોરોમંડલ ટ્રેન દુર્ઘટના / બાલાસોર રેલ અકસ્માત મામલે CBIએ નોંધી FIR, ઘટનાસ્થળે ચેક કર્યાં ટ્રેનના પાટા અને સિગ્નલ

Vaidehi

Last Updated: 05:29 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coromandel Express Accident: ઓડિશા રેલ દુર્ઘટનાનાં મામલામાં CBIએ FIR નોંધી છે અને ઘટનાસ્થળ પર પટરી અને સિગ્નલરૂમનું નિરીક્ષણ પણ કર્યું છે.

  • કોરોમંડલ ટ્રેન દુર્ઘટનના અંગે CBIની તપાસ શરૂ
  • CBIએ સમગ્ર મામલા અંગે FIR નોંધી
  • પટરી અને સિગ્નલ રૂમનું નિરીક્ષણ કર્યું

ઓડિશાનાં બાલાસોર જિલ્લામાં થયેલ ટ્રેન એક્સિડેંટની તપાસ હવે CBIનાં હાથમાં સોંપવામાં આવી છે. મંગળવાર એટલે કે 6 જૂનનાં રોજ CBIએ આ મામલામાં FIR નોંધી છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમે બાલાસોર પહોંચીને ઘટનાસ્થળ પર તપાસ કરી છે. તેમણે કહ્યું કે CBIએ રેલ મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સહમતિ અને કેન્દ્ર સરકારનાં આદેશોનાં આધારે કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલગાડી સંબંધિત ટ્રેન દુર્ઘટનાનાં મામલામાં કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 278 લોકોનું મૃત્યુ થયું છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે.

CBIની તપાસ શરૂ
CBIની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પટરીઓનું નિરીક્ષણ કર્યું. સાથે જ બાહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે અધિકારી સાથે પૂછપરછ પણ કરી. CBI અધિકારીઓની સાથે ફોરેંસિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેંસિક ટીમે પણ સિગ્નલ રૂમનાં કર્મચારીઓ  સાથે વાતચીત કરી અને ઉપકરણોનાં ઉપયોગ અને તેમનાં કામ કરવાની રીત અંગે માહિતી મેળવી.

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ