બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / CBI has filed a closure report in the case against Prafull Patel

રાહત / પ્રફુલ્લ પટેલ સામેના કેસમાં CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ, જાણો શું હતો સમગ્ર મામલો

Priyakant

Last Updated: 12:32 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prafull Patel Latest News: CBIએ એર ઈન્ડિયા-ઈન્ડિયન એરલાઈન્સ મર્જર કેસમાં પ્રફુલ્લ પટેલ સામે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જાણો શું હતો સમગ્ર કેસ ?

Prafull Patel News: CBIએ NCP નેતા પ્રફુલ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ બંધ કરી દીધો છે. મળતી માહિતી મુજબ CBIએ એર ઈન્ડિયા-ઈન્ડિયન એરલાઈન્સ મર્જર કેસમાં તેમની સામે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે વિલીનીકરણ સમયે પ્રફુલ્લ પટેલ કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. નોંધનિય છે કે, ગયા વર્ષે જુલાઈમાં પ્રફુલ્લ પટેલ પણ અજિત પવારની સાથે NDAમાં જોડાયા હતા. શું તમે જાણો છે કે, પ્રફુલ પટેલ સામે કયો કેસ હતો ? 

મનમોહન સરકાર દરમિયાન એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિલીનીકરણ દ્વારા NACIL કંપનીની રચના કરવામાં આવી હતી. કંપની પર એરક્રાફ્ટ લીઝ પર લેવામાં કથિત અનિયમિતતાનો આરોપ હતો અને CBIએ તેની તપાસ કરી હતી. તપાસ એજન્સીએ હવે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે કારણ કે તેને કેસમાં કોઈ ગેરરીતિનો કોઈ પુરાવો મળ્યો નથી. અધિકારીઓએ આ માહિતી આપી. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈએ 2017માં આ કેસની તપાસ શરૂ કરી હતી. એજન્સીએ તાજેતરમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે સીટ કરાર સહિત એર ઇન્ડિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અન્ય કેસ હજુ પણ ચાલુ છે.

વધુ વાંચો : 'લોકો માનતા જ નથી!', રેલવે સ્ટેશન પર સફાઇ કરનાર મહિલા કર્મચારીએ એવું શું કહ્યું, કે ખુદ IAS અધિકારીએ Video શેર કર્યો

શું હતો આરોપ?
વિશેષ અદાલત નક્કી કરશે કે આ અહેવાલ સ્વીકારવો કે એજન્સીને વિવિધ મુદ્દાઓ પર વધુ તપાસ કરવા નિર્દેશ કરવો. આ મામલો એર ઈન્ડિયા દ્વારા મોટી સંખ્યામાં એરક્રાફ્ટ લીઝ પર આપવામાં ગેરરીતિઓના આરોપોથી સંબંધિત છે, જેના પરિણામે રાષ્ટ્રીય કેરિયરને ભારે નુકસાન થયું હતું જ્યારે કેટલાક લોકોને ફાયદો થયો હતો. આરોપ લગાવવામાં આવ્યો હતો કે, મોટા પાયે એરક્રાફ્ટની ખરીદી અને બહુવિધ ફ્લાઈટ્સ, ખાસ કરીને વિદેશી ફ્લાઇટ્સમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયા પછી પ્લેન લીઝ પર આપવાનો નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NACIL) ના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. તે સમયે પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. પ્રફુલ્લ હવે NDA સાથે છે. નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની રચના એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિલીનીકરણ બાદ કરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ