બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Causes and Symptoms of stomach pain in babies

કામની ટિપ્સ / આ 5 કારણોથી નાના બાળકોને પેટમાં સખત દુખાવો થાય છે, તમે પણ જાણી લો

Noor

Last Updated: 03:20 PM, 16 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર નાના બાળકો રડતાં હોય છે અને તેની પાછળનું કારણ સમજાતું નથી. એમાંય નાના બાળકો બોલીને તેમની પરેશાની જણાવી શકતા નથી. બાળકોના રડવા પાછળ ભૂખ, તરસ, પેટમાં દર્દ જેવી સમસ્યા હોઈ શકે છે. મોટાભાગે પેટમાં દર્દ હોવાને કારણે બાળકો વધુ રડતાં હોય છે. શિશુ બહુ જ નાજુક હોય છે. જેના કારણે તેમને પેટ સંબંધી સમસ્યા વધુ થાય છે. જેમ કે પેટમાં કૃમિ થવા, ગેસ વગેરે. બેક્ટેરિયા અને વાયરસને કારણે આ દર્દ વધી જાય છે. જેના કારણે શિશુ પરેશાન થઈ જાય છે. તો આજે જાણી લો કયા કારણોથી બાળકના પેટમાં દર્દ થાય છે.

  • ઘણીવાર નાના બાળકો રડતાં રહે છે અને કારણ સમજાતું નથી
  • આ કારણોથી બાળકોના પેટમાં દર્દ થાય છે
  • પેટમાં કૃમિ થવા, ગેસ વગેરે. બેક્ટેરિયા શિશુને હેરાન કરી મૂકે છે

ફૂડ એલર્જી

જ્યારે ઈમ્યૂન સિસ્ટમ વધુ રિએક્ટ કરવા લાગે છે ત્યારે ફૂડ એલર્જીની સમસ્યા થાય છે. આવું પ્રોટીનના ઈમ્યૂન સિસ્ટમ પર અટેકને કારણે થાય છે. સાથે જ પાચનતંત્ર યોગ્ય રીતે ખોરાક પચાવી ન શકે ત્યારે પણ ફૂડ એલર્જી થાય છે. તેના કારણે બાળક બહુ જ રડે છે. આ સિવાય બ્રેસ્ટ ફીડિંગ બાદ બાળકને જ્યારે ઉપરનો ખોરાક આપવામાં આવે ત્યારે પણ આ સમસ્યા થાય છે.

ગેસ

જો બોટલ અથવા બ્રેસ્ટ ફીડ દરમ્યાન બાળકને યોગ્ય રીતે સૂવાડવામાં ન આવે તો ખોરાક પચવામાં સમસ્યા થાય છે. ત્યારે આંતરડામાંથી ગેસ પાસ ન થઈ શકવાને કારણે પેટમાં દર્દ થાય છએ. આ દરમ્યાન બાળક ચિડિયું થઈ જાય છે.

કબજિયાત

1 વર્ષથી નાના બાળકમાં ગેસની સમસ્યા સામાન્ય હોય છે. કારણ કે તેને પોટી કરવામાં સમસ્યા થાય છે. વધુ સમય સુધી પોટી ન થવાને કારણે બાળકને પેટમાં દર્દ થવા લાગે છે.

ભૂખ્યા રહેવું અથવા વધુ ખાઈ લેવું

વધુ ખાઈ લેવું અથવા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાને કારણે પેટમાં દર્દની સમસ્યા થઈ શકે છએ. શિશુના વિકાસ દરમ્યાન લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું ઠીક નથી. સાથે જ બોટલથી ફીડ કરાવતી વખતે બાળક વધુ ફીડ કરી લે છે. જેના કારણે પણ ઘણીવાર પેટ દર્દની સમસ્યા થવા લાગે છે.

કંઈક વાગી જાય ત્યારે

બાળક જ્યારે ચાલવાની કોશિશ કરે છે ત્યારે શરૂઆતમાં તે પડી જતું હોય છે. જ્યારે તે પેટના બળે પડે છે ત્યારે તેને ત્યાં વાગી જવાને કારણે પણ ઘણીવાર પેટ દર્દની સમસ્યા થવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ