બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Car Buying Tips for second hand car buyer avoid any kind off loss remember these smart tips

Car Buying Tips / સેકન્ડ હેન્ડ કાર ખરીદવી છે? તો નોટ કરી લો આ બાબતો, નહીં આવે પસ્તાવાનો વારો, રહેશો ફાયદામાં

Arohi

Last Updated: 10:01 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Buying Tips: ઘણી વખત પ્રાઈવેટ ડીલર અમુક ગાડીઓનું વેચાણ કરવા માટે વારંવાર દબાણ કરે છે. પરંતુ સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. ઉતાવળે કોઈ પણ નિર્ણય તમને મોંઘો પડી શકે છે.

  • સેકેન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? 
  • તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
  • નહીં તો પડી શકો છો મુશ્કેલીમાં

એક સેકેન્ડ હેન્ડ કાર ખરીદવી તમારા ખીસ્સા માટે સારો ઓપ્શન છે. જેથી તમે વધારે પૈસા ખર્ચ કરી એક સારી કારના માલિક બની શકો છો. જોકે એક સારી સેકેન્ડ હેન્ડ કાર ખરીદવી પણ એટલી સરળ નથી. 

કારણ કે તેમાં પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. યુઝ્ડ કાર માર્કેટમાં ગ્રાહકોની સાથે મોટાભાગે એવું થતુ જોવા મળે છે. તેના માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. તેનાથી બચવા માટે અમુક ખાસ ટિપ્સ તમારા કામ આવી શકે છે. 

બજેટ નક્કી કરો 
યુઝ્ડ કાર ખરીદવા માટે સૌથી પહેલુ કામ તમારે તેના માટે એક બજેટ નક્કી કરવાનું છે. જેથી તે બજેટના હિસાબથી જ ઓપ્શન આપી શકાય. આ બજેટમાં ગાડીની સાથે ઈન્શ્યોરન્સ અને સાથે જ ગાડીમાં કોઈ રિપેરિંગ કામ હોય તો તેને પણ શામેલ કરો. બજેટ નક્કી થયા બાદ તે બજેટ માટે ઓપ્શન ફિક્સ થઈ જાય પછી તમને ઓછા કે વધારે બજેટનું ઓપ્શન જોવાની જરૂર નહીં પડે. 

ગુગલનો ઉપયોગ કરો 
જે મોડલને તમે ખરીદવા જઈ રહ્યા છો તેના વિશે ઈન્ટરનેટની મદદથી જાણકારી લો કે આ મોડલને લઈને કોઈ મુશ્કેલી કે ઈશૂ તો નથી આવી રહ્યો. આ મોડલ માટે ગ્રાહકોની પ્રતિક્રિયા ચેક કરો. 

સાથે જ એ પણ જાણવાનો પ્રયત્ન કરો કે આ કાર માટે ક્યારેય પણ કોઈ રીકોલ તો જાહેર નથી થયોને. તેના ઉપરાંત ગાડી માલિક પાસે કારની સર્વિસ અને મેન્ટેન્સ વગેરેના પેપર પણ માંગો જેથી તમને જાણકારી રહે કે કારની કેયર કઈ રીતે થઈ છે. 

વેચનાર વિશે જાણકારી મેળવી લો
જો તમે કોઈ પ્રાઈવેટ સેલર પાસેથી ખરીદી કરી રહ્યા છો તો તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવો. જેથી માર્કેટમાં તેની સ્થિતિ વિશે તમને જાણકારી મળી રહે. 

કારનું ઈન્સ્પેક્શન કરો 
યુઝ્ડ કાર ખરીદતા પહેલા તેનું ઈન્સ્પેક્શન કરવું જરૂરી છે. તેના માટે તમે કોઈની મદદ પણ લઈ શકો છો જે ભરોસાપાત્ર હોય. અથવા તો પોતે પણ એક ટેસ્ટ ડ્રાઈવની સાથે સાથે તેની ચેચિસ નંબર વગેરેની જાણકારી મેળવી શકો છો. 

માઈલેજની જાણકારી મેળવો 
માઈલેજની જાણકારી મેળવી તમે તેની સ્થિતિ સમજી શકો છો. જો તેની માઈલેજ ખૂબ ઓછી છે તો કારને સારી રીતે ડ્રાઈવ નથી કરી શકાતી અને તેની સાથે તમને કોઈ મુશ્કેલીઓ પણ આવી શકે છે. ત્યાં જ તેના મીટરમાં જરૂર કરતા ઓછુ રીડિંગ છે ત્યારે પણ તેની સાથે છેડછાડ કરવામાં આવેલી હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ