બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / car buying guide tips for buying a new car first time

Car Buying Tips / નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલાં જાણી લેજો આ 7 ઉપયોગી ટિપ્સ, રહેશો ફાયદામાં

Manisha Jogi

Last Updated: 10:53 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો ઉતાવળમાં ગાડીની ખરીદી કરે છે અને કેટલીક બાબતોનું ધ્યાન રાખતા નથી. ગાડી ખરીદતા પહેલા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • દરેક વ્યક્તિનું પોતાની ગાડી ખરીદવાનું સપનું હોય
  • ગાડી ખરીદતા પહેલા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈ
  • કાર ખરીદતા સમયે ફોલો કરો આ ટિપ્સ

દરેક વ્યક્તિનું પોતાની ગાડી ખરીદવાનું સપનું હોય છે. જે માટે રાત દિવસ મહેનત કરે છે અને પૈસા ભેગા કરે છે. અનેક લોકો ઉતાવળમાં ગાડીની ખરીદી કરે છે અને કેટલીક બાબતોનું ધ્યાન રાખતા નથી. ગાડી ખરીદતા પહેલા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ક્ષમતા અનુસાર બજેટ બનાવો
ગાડી ખરીદતા પહેલા સૌથી પહેલા બજેટ જરૂરથી બનાવવું જોઈએ. ગાડી ખરીદવા માટે માત્ર કારની કિંમત નહીં, પરંતુ ફ્યુઅલ, રજિસ્ટ્રેશન, મેઈન્ટેનન્સ, ઈન્શ્યોરન્સ, EMI તથા અન્ય અલગ અલગ ખર્ચા શામેલ હોય છે. આ કારણોસર દર મહિને કેટલો ખર્ચો કરી શકો છો, તે નક્કી કરવું જરૂરી છે. 

રિસર્ચ
બજારમાં અનેક કાર કંપનીઓ અને મોડલ છે, આ કારણોસર યોગ્ય કારની પસંદગી કરવી જરૂરી છે. ગાડી ખરીદતા પહેલા જરૂરિયાત અને બજેટ અનુસાર તમામ મોડલ્સની ટેસ્ટ ડ્રાઈવ કરો, અલગ અલગ શોરૂમમાં જઈને તે ગાડીના ગ્રાહકો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. 

સમજી વિચારીને નિર્ણય લેવો
કાર લેવાની યોજના બનાવી રહ્યા છો, તો એક વિશ્વસનીય ફાઈનાન્સર પસંદ કરો, જે ફ્લેક્સિબલ રિપે ટર્મ અને ઓછું વ્યાજદર આપતા હોય. તમે તમારા માટે યોગ્ય કાર લોનની પસંદ કરી શકો છો. 

અલગ અલગ મોડલની સરખામણી કરો
બજારમાં કારના અલગ અલગ મોડલ છે. તમે તમારા માટે યોગ્ય કાર પસંદ કરવા માટે અલગ અલગ મોડલ્સનું માઈલેજ, વેરિએન્ટ, પ્રકાર, સ્પેસિફિકેશન, એન્જિન ક્ષમતાની ઓનલાઈન સરખામણી કરવી. 

રિસેલ વેલ્યૂ
કાર શોરૂમમાંથી બહાર નીકળ્યા પછી તેની વેલ્યૂ ઓછી થવા લાગે છે. કાર ખરીદવાના પહેલા વર્ષમાં જ કારની કિંમત 30% ઓછી થઈ જાય છે. આ કારણોસર કાર ખરીદ્યા પછી વેચવાનું નક્કી કરો તો આ કારની કેટલી કિંમત મળશે, તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી. 

એકસ્ટ્રા ખર્ચ 
કાર ખરીદવાના ઉત્સાહમાં અન્ય ખર્ચાઓને ના અવગણવા જોઈએ. અન્ય ખર્ચાઓમાં એડવાન્સ EMI, સર્વિસ ટેક્સ વીમા, રજિસ્ટ્રેશન ફી, ડિલીવરી ચાર્જ તથા અન્ય ટેક્સ શામેલ છે. 

ડિસ્કાઉન્ટ
કાર ડીલર ડિસ્કાઉન્ટ આપતા હોય છે. જેમાં પહેલા વર્ષ માટે મફત વીમો, મફત એક્સેસરીઝ અને ફ્રી ફ્યૂઅલની સુવિધા શામેલ છે. આ કારણોસર કાર ડીલર પાસેથી વધુ ડિસ્કાઉન્ટ માંગવાની કોશિશ કરો. કારની ખરીદી માટે તહેવાર, કેલેન્ડર વર્ષની સમાપ્તિ અને નાણાંકીય વર્ષની સમાપ્તિને સૌથી સારો સમય માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ