બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 'Canada toxic combination..' Jaishankar's jaw-dropping reply in New York

નિવેદન / 'કેનેડા ટોક્સિક કોમ્બિનેશન..' ન્યુયોર્કમાં જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ, UNને પણ આંતર્યું

Kishor

Last Updated: 11:26 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા વિવાદ મામલે વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કેનેડાને રોકડું પરખાવતા કહ્યું કે...

  • એસ જયશંકર હાલ અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે
  • જયશંકરે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં કેનેડાને જડબાતોડ જવાબ
  • જયશંકરે કેનેડાના આરોપો પાયાવિહોણા ગણાવ્યા 

દેશના વિદેશમંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પાંચ દિવસના પ્રવાસ પર છે. વિદેશમંત્રી એસ જયશંકરનો આ પ્રવાસ ઘણી બાબતોને લઈને માનવામાં આવી રહ્યું છે. તેઓ ઘણા મંચ પરથી કેનેડાને આકરા શબ્દોમાં જવાબ આપી રહ્યા છે. તાજેતરમાં થયેલા  ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મર્ડર મામલે ભારતની ભૂમિકાના કેનેડા દ્વારા આરોપો લગાવાયા હતા. ત્યારે હાલ કેનેડાનો પર્દાફાશ કરવાની દિશામાં જહેમતશીલ છે. આવી સ્થિતિ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

અમે તેમના પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ
વિદેશમંત્રી એસ જયશંકરએ વધુ એક વખત કેનેડાને જવાબ આપતાં કહ્યું કે કેનેડા પહેલા ખાનગીમાં આરોપ લગાવતું હતું હવે જાહેરમાં આક્ષેપો કરે છે. જે આરોપ તદ્દન પાયાવિહોણા છે. આતંકીની હત્યામાં મામલે ભારતની સંડોવણી અંગે કેનેડા પાસેથી પુરાવા માંગવામાં આવ્યા છે. અમે તેમના પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ. જો કેનેડા પુરાવા આપશે તો તેની તપાસ કરવામાં આવશે.

કેનેડામાં આતંકવાદીઓ અને હિંસાખોરો માટે અનુકૂળ વાતાવરણ!
જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા એવો દેશ બની રહ્યો છે. જેમાં ભારતમાં સંગઠિત અપરાધીઓ કેનેડા જઈ રહ્યા છે. જેને લઈને કેનેડામાં માનવ તસ્કરી, અલગતાવાદ, હિંસા અને આતંકવાદનો આંક સીમા વટાવી ચુક્યો છે. જે આ મુદ્દાઓ અને લોકોનું ટોક્સિન બની ગયું છે,જેને કેનેડા પુરી સ્પેશ મળી છે. તેમ જણાવી જયશંકરે કેનેડાના આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા. એવા પણ આરોપ લગાવ્યા કે રાજકીય મજબૂરીને લઈ આતંકીઓને કેનેડા સાચવી રહ્યું છે. કેનેડામાં આતંકવાદીઓ અને હિંસાખોરો માટે અનુકૂળ વાતાવરણ છે.

શું હતો સમગ્ર કેસ?

18 જૂન 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરુદ્વારાના પાર્કિંગ સ્થળ પર બેઠેલા ખાલિસ્તાની ટાઇગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરાઈ હતી. બે વ્યક્તિએ તાબડતોડ ફાયરિંગ કરી નિજ્જરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહત્વનું છે કે નિજ્જરને ભારતે ભાગેડુ જાહેર કર્યા બાદ 10 લાખનું ઇનામ પણ રખાયુ હતું. આ બાદ 3 મહિના પછી એટલે કે 18 સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનું કહ્યું હતું. તેમણે RAWનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભારત સરકાર પર આરોપ લગાવ્યા હતા. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ આરોપને ગંભીર ગણી અમારી સાથે કામ કરે! ટ્રુડોએ જણાવ્યું કે અમને પાક્કી માહિતી છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર જવાબદાર છે. નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલી ધરાવનાર દેશ માટે એ મહત્વનું છે કે આ મામલે ઇમાનદારીથી કામ કરવું જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે કાયદાનું પાલન કરવાવાળા દેશ તરીકે એ આપણી જવાબદારી છે કે આપણે નિષ્પક્ષ રહી તપાસ કરીએ. અમે એ દેખાડવામા માંગીએ છીએ કે અમે આંતરરાષ્ટ્રીય કાનૂન વ્યવસ્થાનનું પાલન કરીએ. હુ એ કહેવા માગું છું કે આપણી જ ધરતી પર આપણાં નાગરિકની હત્યા પાછળ કોઈ પણ દેશનો હાથ હોય એ સહન કરી લેવામા આવશે નહિ! કેનેડાના વડાપ્રધાને કહ્યું કે મેં વડાપ્રધાન મોદી સાથે સીધી વાતચીત કરી છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ ન્યાય અપાવવા માટે અમારી સાથે મળીને કામ કરે. અમે કાયદાનું પાલન કરનાર દેશ છીએ. આ મામલે કાચું કાપશું નહી! આમ હત્યા મામલે બને દેશો વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ