બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Canada doubles cost-of-living fund requirements for international students

ઝટકો / કેનેડાના સ્ટુડન્ટ વિઝા લેવા માંગતા લોકો માટે સૌથી મોટા સમાચાર: હવે ખાતામાં આટલા લાખ રૂપિયા બતાવવા પડશે

Parth

Last Updated: 11:34 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓએ હવે ડબલ કોસ્ટ ઑફ લિવિંગ ફંડ બેન્ક ખાતામાં બતાવવું પડશે.

  • કેનેડાએ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિર્ણય 
  • હવે ખાતામાં બતાવવી પડશે ડબલ રકમ 
  • કોસ્ટ લિવિંગ ફંડ ડબલ કરી દેવાયું 

ભારતમાંથી ઘણા બધા યુવાની ભણવા તથા કમાવવા માટે વિદેશ જતાં હોય છે, એમાં પણ ગુજરાતીઓ તો મોટા ભાગના દેશોમાં જોવા મળે છે, એમાં પણ કેનેડા હોટ ફેવરિટ. જોકે કેનેડા જવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓને આ સમાચાર નિરાશ કરી શકે છે. 

કેનેડામાં જવા માંગતા વિદ્યાર્થીઓએ હવે બમણી રકમ ખાતામાં બતાવવી પડશે. પહેલાં ખાતામાં 6.14 લાખ રૂપિયા બતાવવા પડતાં હતા, પરંતુ વર્ષ 2024થી આ રકમ વધીને 12.7 લાખ થઈ જશે. 

શું છે આ કોસ્ટ ઑફ લિવિંગ ફંડ 
કેનેડાના નિયમો અનુસાર ત્યાં જતાં વિદ્યાર્થીઓ પાસે એટલા રૂપિયા તો હોવા જ જોઈએ જેનાથી તેઓ પોતાનો ખર્ચ ઉઠાવી શકે. જે માટે સ્ટડી પરમિટ જાહેર કરવામાં આવે છે. જેમની ફીસ, કેનેડા આવવા જવા માટેની એરોપ્લેનની ટિકિટ તથા ઓછામાં એક વર્ષ સુધી કેનેડામાં રહી શકે એટલા રૂપિયા હોય તેવા વિદ્યાર્થીઓને જ આ પરમિટ આપવામાં આવે છે. જેમાં વાર્ષિક ખર્ચને કોસ્ટ ઑફ લિવિંગ ફંડ કહેવામાં આવે છે. આ પૈસા રાખવા માટે કેનેડાની કોઈ પણ બેન્કમાં ગેરેંટીડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ એટલે કે GIC અકાઉન્ટ ખોલાવવું પડે છે, આ ખાતામાં કોસ્ટ ઑફ લિવિંગ ફંડ જમા કરાવવાનું રહે છે. 

હવે કેટલા રૂપિયા જમા કરાવવા પડશે? 
21મી સદીની શરૂઆતમાં એક વર્ષ માટેનું કોસ્ટ ઑફ લિવિંગ ફંડ 10 હજાર કેનેડીયન ડોલર હતું. જે વધારીને 20 હજાર 635 ડોલર કરી દેવામાં આવ્યું છે. જે ભારતીય રૂપિયામાં 12 લાખ 70 હજાર બેસે છે. 

નોંધનીય છે કે ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા થોડા મહિનાઓથી સંબંધોમાં તણાવ પેદા થયો છે. નિજજરનની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર નાંખ્યો હતો, જે બાદ ભારતે પણ કડક શબ્દોમાં જવાબ આપી વિઝા નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. 

ભારતના હજારો વિદ્યાર્થીઓ જાય છે કેનેડા 
કેનેડાએ કોસ્ટ ઑફ લિવિંગ ફંડને લઈને જે નવા નિયમો લાગુ કર્યા છે એ ભારતની સાથે સાથે અન્ય દેશોથી આવતા વિદ્યાર્થીઓ પર પણ લાગુ પડશે. પરંતુ સૌથી વધુ ભારતના જ વિદ્યાર્થીઓ આ નિર્ણયથી પ્રભાવિત થશે. હજારો અને લાખોની સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓ કેનેડા, યુરોપ અને અમેરિકામાં જાય છે. યુરોપ અને અમેરિકાની તુલનામાં કેનેડા જવાનો ખર્ચ ઓછો આવતો હતો.  

કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું છે કે 'આ નિર્ણય વિદ્યાર્થીઓની ભલાઈ માટે જ લેવામાં આવ્યો છે. વર્ષ 2000ના દાયકામાં કેનેડા આવતા વિદ્યાર્થીઓ માટે જીવન જીવવાનો ખર્ચ 10 હજાર ડોલર હતો, જે વધીને હવે 20 હજાર ડોલર થઈ ગયો છે'

વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેમ છે કેનેડા? 
નોંધનીય છે કે ભારતના લોકોને ફોરેન જવા માટે કેનેડા એટલે પસંદ છે કારણ કે અમેરિકા અને યુરોપની ટોપ યુનિવર્સિટીની તુલનામાં અડધી ફીસમાં જ કેનેડાની ટોપ યુનિવર્સિટીમાં ભણતર થઈ જાય છે. અહીં ભણવાનો ખર્ચ જે તે કોર્સ પર આધારિત હોય છે. સાથે સાથે કેનેડામાં વિદ્યાથીઓ ભણવાની સાથે સાથે નોકરી પણ કરી શકે છે. સારા માર્ક આવે તો વિદ્યાર્થીઓને સ્કૉલરશીપ પણ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ