બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / can not claim insurance immediately after the car is stolen Did you know the reason

તમારા કામનું / કાર ચોરી થયાના તુરંત ઇન્શ્યોરન્સ ક્લેમ શા માટે નથી કરાતો? શું તમે જાણો છો?, આ છે કારણ

Megha

Last Updated: 11:58 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ કારનો વીમો લે છે પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ કાર ચોરાઈ જાય તો તમે તરત જ વીમા કંપની પાસેથી પૈસાનો ક્લેમ કરી શકતા નથી. જાણો કેમ?

લગભગ દરેક વ્યક્તિને એ તો ખબર જ હશે કે ઈન્સોયરન્સ એટલે કે વીમા વિના ડ્રાઇવિંગ કરવા માટે દંડ છે, પરંતુ શું તમે કાર વીમા સંબંધિત નાની મુશ્કેલીઓ વિશે જાણો છો? જેમ કે લોકો કારનો વીમો ખરીદે છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ જાણતા નથી કે કાર ચોરાઈ જાય તો વીમા કંપની પાસેથી પૈસા કેવી રીતે ક્લેમ કરવા. 

પૈસા વેડફવાનું બંધ કરો: કાર ઈન્શ્યોરન્સ લેતાં પહેલા જાણી લો આ 3 વાતો,  ફાયદામાં રહેશો | Know these 3 things before taking car insurance you will  be benefited

આ વિશે સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે આમાં જાણવા જેવું શું છે? જો કાર ચોરાઈ ગઈ હોય તો પોલીસમાં એફઆઈઆર દાખલ કરો અને પછી એફઆઈઆરની કોપી વીમા કંપનીને આપો, કંપની પૈસા ચૂકવશે, જો તમને પણ એવું લાગતું હોય તો એવું નથી. આજે અમે તમને એ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે કાર ચોરાઈ ગયા પછી તરત જ વીમાની રકમ શા માટે ક્લેમ કરી શકાતી નથી? અને વીમાની રકમનો દાવો કરવા માટે કેટલો સમય રાહ જોવી પડશે અને શા માટે?

જ્યારે પણ કોઈ વ્યક્તિની કાર ચોરાય છે, ત્યારે તેણે સૌથી પહેલા પોલીસમાં એફઆઈઆર નોંધાવવી પડશે. એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ પાસે 180 દિવસનો સમય છે, જો પોલીસ 180 દિવસમાં પણ તમારી કાર શોધી શકતી નથી, તો પોલીસ રિપોર્ટ તૈયાર કરીને તમને રિપોર્ટ આપશે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હશે કે કાર મળી નથી, હવે તમે વીમા કંપની પાસેથી પૈસાનો દાવો કરી શકો છો. 

એક્સીડેન્ટ થવા ઉપરાંત પણ કામ આવે છે કાર ઇન્શ્યોરન્સ, શું તમે કરાવ્યો ?-  know how to claim car insurance and its benefits

ટૂંકમાં 180 દિવસ પછી એટલે કે લગભગ 6 મહિના પછી, જે વ્યક્તિની કાર ચોરાઈ હતી તેણે એફઆઈઆરની નકલ અને 6 મહિના પછી પોલીસ તરફથી મળેલી રિપોર્ટ વીમા કંપનીને સબમિટ કરવી પડશે. આ જ કારણ છે કે તમે કાર ચોર્યા પછી તરત જ તેના માટે વીમા કંપની પાસેથી પૈસા ક્લેમ કરી શકતા નથી. 

આ દસ્તાવેજોની જરૂર પડે 
વીમો ક્લેમ કરવા માટે FIR અને રિપોર્ટ ઉપરાંત, કાર માલિકે ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનની આરસી, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપી પણ સબમિટ કરવાની રહેશે.

વીમા કંપનીને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી, કંપની તમારા બધા દસ્તાવેજોની ચકાસણી કરે છે અને પછી તેમને મંજૂરી આપે છે. અહીં એક વાત નોંધનીય છે કે આ કામમાં લગભગ 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.

વધુ વાંચો: મકાન ખરીદવા જોઇએ છે હોમ લોન? તો અપનાવો આ ટિપ્સ, બેંક ના નહીં પાડે

જો લોન લીધેલી કાર ચોરાઈ જાય તો શું?
હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે જો કોઈની કાર પર લોન હોય અને કાર ચોરાઈ જાય તો આ સ્થિતિમાં શું થશે? આ સ્થિતિમાં બે લોકોને પૈસા મળે છે. પ્રથમ, લોનની રકમ બેંકને આપવામાં આવશે અને બીજું તે વ્યક્તિને પૈસા આપવામાં આવશે જેની કાર ચોરાઈ હતી. સાથે જ એ સમજવું અગત્યનું છે, તમારી કાર વીમા પૉલિસીમાં IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) લખેલું છે. આ તે રકમ છે જે કારના માલિકને આપવામાં આવે છે જો કાર ચોરાઈ જાય, બળી જાય અથવા રિપેર ન થાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ