બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Can action be taken against those who do not contribute to the society's expenses? What about transfer fee, maintenance disputes?

મહામંથન / સોસાયટીના ખર્ચામાં ભાગ ન આપનારાઓ સામે કાર્યવાહી થઈ શકે? ટ્રાન્સફર ફી, મેઈન્ટેનન્સ વિવાદ શું?

Vishal Khamar

Last Updated: 12:08 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સ્વાતિ-2 સોસાયટીમાં બાકી મેઈન્ટેનન્સ અને ટ્રાન્સફર ફી નો વિવાદ વધ્યો છે. ચેરમેન દ્વારા જે લોકોનું મેન્ટેનન્સ બાકી છે તેઓના નામ ગેટ ઉપર મુકતા એક પરિવારે ઝઘડો કર્યો હતો. ત્યારે મેઈન્ટનન્સ નહી આપનારાઓની સામે કેમ સોસાયટીઓ લાચાર હોય છે?

જ્યારે સોસાયટી શબ્દ તમારા મનમાં વિચારો ત્યારે શબ્દ વિચારતાની સાથે જ એવું અનુભવાય કે જાણે સૌનો સાથ છે, સૌનો સહકાર છે અને બધુ સહિયારુ છે. પરંતુ અમદાવાદ સહિત મોટા શહેરોમાં આપણે સભ્ય સમાજના લોકો જે સોસાયટીઓમાં રહીએ છીએ તેમાથી ઘણીખરી સોસાયટીઓ એક યા બીજા કારણોસર વિવાદમાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદની શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓની સોસાયટી સાથેની બબાલ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યારે અમદાવાદની જ વધુ એક સોસાયટી બીજા કારણોસર વિવાદમાં આવી છે. આ વાત છે અમદાવાદના જીવરાજપાર્ક પાસે આવેલી સ્વાતિ-2 સોસાયટીની કે જ્યાં બાકી મેઈન્ટેનન્સ અને ટ્રાન્સફર ફીનો વિવાદ અદાવત અને મારામારી સુધી પહોંચી ગયો. આ સોસાયટીમાં એવા કેટલાય લોકો છે કે જેમણે લાંબા સમયથી સોસાયટીનું મેઈન્ટેનન્સ ભર્યું નથી. જેની આડઅસર એ થાય છે કે સોસાયટીનો વહીવટ સુચારુરૂપથી ચાલતો નથી અને કયારેક કયારેક મૂળભૂત સુવિધાઓ ઉપર પણ કાપ મુકવો પડે છે. સિક્કાની બીજી બાજુ એ છે કે મેઈન્ટેનન્સ ન ભરનારા લોકો ટ્રાન્સફર ફી પણ નથી આપી રહ્યા અને આ મુદ્દે રજીસ્ટ્રાર કચેરીમાં સોસાયટી વિરુદ્ધ કેસ કરી રહ્યા છે. 

  • અમદાવાદની સ્વાતિ-2 સોસાયટી વિવાદમાં આવી
  • સોસાયટીમાં લાંબા સમયથી બાકી મેઈન્ટેનન્સ અને ટ્રાન્સફર ફીનો વિવાદ ચાલે છે
  • મેઈન્ટેનન્સ, ટ્રાન્સફર ફી મુદ્દે રહીશો વચ્ચે વારંવાર ઝઘડા થાય છે

સોસાયટીનો તર્ક છે કે સર્વિસ સોસાયટી હોવાથી ટ્રાન્સફર ફી લઈ શકાય જયારે ટ્રાન્સફર ફી ન આપનારાઓનો તર્ક છે કે સોસાયટીને ટ્રાન્સફર ફી લેવાનો અધિકાર જ નથી. હવે ટ્રાન્સફર ફી અને મેઈન્ટેનન્સના કારણે સોસાયટીના જ રહીશો અંદરોઅંદર ઝઘડી રહ્યા છે જે સોસાયટીની છાપ અને વાતાવરણ બંને બગાડી રહ્યા છે ત્યારે જે લોકો મેઈન્ટેનન્સ નથી આપતા તેની સામે સોસાયટી લાચાર કેમ બની જાય છે, આ તો અમદાવાદની એક જ સોસાયટીની વાત છે ત્યારે રાજ્યમાં એવી કેટલીય સોસાયટીઓ હશે જ્યાં આવી માથાકૂટો ચાલતી હશે, જે લોકો સોસાયટીની ટ્રાન્સફર ફી કે મેઈન્ટેનન્સ ન આપીને સોસાયટીની વ્યવસ્થાઓ બગાડી રહ્યા છે તેની સામે શું કાર્યવાહી થઈ શકે.

  • મેઈન્ટેનન્સ બાકી હોય એટલે સોસાયટીનો વહીવટ ચલાવવો મુશ્કેલ બને છે
  • સ્વાતિ-2 સોસાયટીમાં પણ કેટલાક સભ્યોની મેઈન્ટેનન્સની બાકી રકમ ઘણી વધુ છે
  • મેઈન્ટેનન્સ અને ટ્રાન્સફર ફીનો વિવાદ થોડા સમય પહેલા મોટી બબાલનું કારણ બન્યો

અમદાવાદની સ્વાતિ-2 સોસાયટી વિવાદમાં આવી છે.  સોસાયટીમાં લાંબા સમયથી બાકી મેઈન્ટેનન્સ અને ટ્રાન્સફર ફીનો વિવાદ ચાલે છે. મેઈન્ટેનન્સ, ટ્રાન્સફર ફી મુદ્દે રહીશો વચ્ચે વારંવાર ઝઘડા થાય છે. તેમજ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથેની માથાકૂટ સામાન્ય બની ગઈ છે. એક વર્ષ કે બે વર્ષથી વધુ મેઈન્ટેનન્સ બાકી હોય તેવા અનેક સભ્યો છે. મેઈન્ટેનન્સ બાકી હોય એટલે સોસાયટીનો વહીવટ ચલાવવો મુશ્કેલ બને છે. સ્વાતિ-2 સોસાયટીમાં પણ કેટલાક સભ્યોની મેઈન્ટેનન્સની બાકી રકમ ઘણી વધુ છે. મેઈન્ટેનન્સ અને ટ્રાન્સફર ફીનો વિવાદ થોડા સમય પહેલા મોટી બબાલનું કારણ બન્યો.

  • સોસાયટીમાં 10 જેટલા લોકો એવા છે કે જેના વધુ રકમના મેઈન્ટેનન્સ બાકી છે
  • ચેરમેને મેઈન્ટેનન્સ ડિફોલ્ટરના નામ સોસાયટીના એન્ટ્રી ગેટ ઉપર મુક્યા
  • ડિફોલ્ટરમાંથી એક પરિવારે સોસાયટીના કમ્પાઉન્ડમાં અપશબ્દો બોલ્યાનો આરોપ

સ્વાતિ-2 સોસાયટીમાં વિવાદ કેમ વકર્યો?
સોસાયટીમાં 10 જેટલા લોકો એવા છે કે જેના વધુ રકમના મેઈન્ટેનન્સ બાકી છે. ચેરમેને મેઈન્ટેનન્સ ડિફોલ્ટરના નામ સોસાયટીના એન્ટ્રી ગેટ ઉપર મુક્યા છે. ડિફોલ્ટરમાંથી એક પરિવારે સોસાયટીના કમ્પાઉન્ડમાં અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો છે.  પૂર્વ ચેરમેનની દીકરીને વાળ પકડીને નીચે પછાડી અને માર માર્યાનો આરોપ છે.  સોસાયટીની વર્તમાન કમિટીએ પોલીસની નિષ્ક્રિયતાનો પણ આરોપ લગાવ્યો. દીકરીને માર મારવા બાબતની ફરિયાદ પોલીસે ન લીધી હોવાનો આરોપ છે.  સોસાયટીમાં દારૂની બોટલ પણ લાવવામાં આવતી હોવાનો આરોપ. તેમજ  સોસાયટીના પાર્કિંગમાં કેટલાક અસામાજિક તત્વો બેસતા હોવાથી પરેશાની છે. 

  • દીકરીને માર મારવા બાબતની ફરિયાદ પોલીસે ન લીધી હોવાનો આરોપ
  • સોસાયટીમાં દારૂની બોટલ પણ લાવવામાં આવતી હોવાનો આરોપ
  • સોસાયટીના પાર્કિંગમાં કેટલાક અસામાજિક તત્વો બેસતા હોવાથી પરેશાની

ટ્રાન્સફર ફીની મર્યાદા કેટલી?  
લઘુત્તમ ટ્રાન્સફર ફી 500
મહત્તમ ટ્રાન્સફર ફી 50000

ટ્રાન્સફર ફી અંગે સરકારનો નિયમ શું કહે છે?
રાજ્ય સરકારે 1991માં ટ્રાન્સફર ફી અંગે સ્પષ્ટ પરિપત્ર કર્યો છે. સર્વિસ સોસાયટી માટે લઘુત્તમ અને મહત્તમ ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી છે. મહત્તમ ટ્રાન્સફર ફીથી વધારે ટ્રાન્સફર ફી ન લઈ શકાય. મહત્તમ મર્યાદાથી વધુ ટ્રાન્સફર ફી લેવાય તો કાયદાકીય પગલા લઈ શકાય. મકાન રિસેલમાં લેવાનું થાય ત્યારે ટ્રાન્સફર ફી આપવી પડે છે. ટ્રાન્સફર ફી આપ્યા વગર સોસાયટીના શેર સર્ટિફિકેટ વ્યક્તિના નામે થતા નથી. શેર સર્ટિફિકેટ નામે ન હોય ત્યાં સુધી તમને મકાનમાલિકનો દરજ્જો ન મળે.

  • રાજ્ય સરકારે 1991માં ટ્રાન્સફર ફી અંગે સ્પષ્ટ પરિપત્ર કર્યો છે
  • સર્વિસ સોસાયટી માટે લઘુત્તમ અને મહત્તમ ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી છે
  • મહત્તમ ટ્રાન્સફર ફીથી વધારે ટ્રાન્સફર ફી ન લઈ શકાય

ટ્રાન્સફર ફીનો ઉપયોગ ક્યાં થઈ શકે?
ટ્રાન્સફર ફીની રકમ વિકાસ ફંડમાં જમા કરવાની રહેશે. કોમન પ્લોટ, રસ્તા, ટાંકી કે ખાળકૂવાના વિકાસમાં જ રકમ વાપરી શકાશે. સોસાયટીના વહીવટી ખર્ચ માટે ટ્રાન્સફર ફીનો ઉપયોગ નહીં થઈ શકે. ટ્રાન્સફર ફીની ઉચ્ચક રકમ સોસાયટી જાતે નક્કી નહીં કરે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ