બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cabinet meeting chaired by CM today: PM Modi's Gujarat tour will be discussed

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: PM મોદીના પ્રવાસથી લઇને પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાનીના વળતર અંગે કરાશે ચર્ચા

Malay

Last Updated: 08:24 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cabinet meeting: આજે ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર થશે ચર્ચા.

  • આજે ગાંધીનગર ખાતે યોજાશે કેબિનેટ બેઠક
  • PM મોદીના પ્રવાસની તૈયારીઓ પર થશે સમીક્ષા 
  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સહિત વિવિધ મુદ્દાઓ આવરી લેવાશે

Gandhinagar News: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે સવારે 10.30 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાશે. જેમાં પીએમ મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસની તૈયારીઓ પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચાલતી કામગીરી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે કેબિનેટની બેઠક યોજાય છે પરંતુ 26 અને 27 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે પ્રથમ કેબિનેટ બેઠક, કોરોનાની તૈયારી  સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા | Cabinet meeting will be held under the  chairmanship of ...

પૂરના કારણે થયેલી નુકસાનીના વળતર પર ચર્ચા કરાશે
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાય થયેલા નુકસાનીના વળતર પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

નવરાત્રીમાં સુરક્ષાને લઈને કરાશે ચર્ચા
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા ખૈલૈયાની સુરક્ષા, પૂરતો પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં ક્યાં વિભાગમાં કેટલી જગ્યા ખાલી પડી છે તે બાબતે પણ ચર્ચા થઈ શકે છે. 

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: રાજ્યમાં લીલા દુષ્કાળ, રખડતા ઢોર અને લમ્પી  વાયરસ જેવા મહત્વનાં મુદ્દે થશે ચર્ચા | Cabinet meeting of Gujarat  government will ...
ફાઈલ તસવીર

PM મોદીના પ્રવાસની તૈયારીઓ પર થશે સમીક્ષા 
તો આજની બેઠકમાં પીએમ મોદીના અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરના કાર્યક્રમની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા કરવામાં આવનાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તને લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ