બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cabinet meeting chaired by CM today: Issues ranging from farmers' issues to Vibrant Gujarat will be discussed

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: ખેડૂતોના પ્રશ્નોથી લઇને વાયબ્રન્ટ ગુજરાત સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

Malay

Last Updated: 08:23 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં વિધાનસભાના આગામી ચોમાસું સત્ર, વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા કરાશે.

  • આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે
  • CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
  • પાણી, વીજળી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર ન્યૂઝઃ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે ગાંધીનગર ખાતે દર બુધવારે કેબિનેટ બેઠક યોજાય છે, પરંતુ આ વખતે બુધવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આજે એટલે કે મંગળવારે સવારે 10.00 વાગ્યે બેઠક યોજાશે. 

BIG NEWS: આવતીકાલે સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ કરશે મોટી જાહેરાત, હર્ષ  સંઘવીએ આપી માહિતી | CM Bhupendra Patel big announcement on Youth and Sports  Harsh Sanghvi
ફાઈલ ફોટો

પાણીની સમસ્યા અંગે થશે ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા અંગે ચર્ચા થશે. સાથે જ વીજળીની ઉપલબ્ધતા અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં શ્રીકાર વરસાદ વરસ્યો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાને ખમૈયા કહેવું પડે એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જોકે, ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મૂડમાં જ ન હોય એ રીતે ખાસ વરસાદ વરસ્યો નથી. તેથી વરસાદ ખેંચાયા બાદ કેટલાક વિસ્તારના ખેડૂતો પાણી અને વીજળીની માંગણી કરી રહ્યા છે. આજની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે.

સુરક્ષાની સમીક્ષા કરાશે
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે જન્માષ્ટમી પર વિવિધ જગ્યાએ લોકમેળા યોજાય છે, તો ધાર્મિક સ્થળોએ પણ લોકોની ભારે ભીડ જામે છે. જેથી જન્માષ્ટમીનો તહેવાર શાંતિ અને સલામતી વચ્ચે ઉજવાય તે રીતનું આયોજન અને સુરક્ષાની સમીક્ષા પણ આજની બેઠકમાં કરાશે. 

Image
ફાઈલ ફોટો

ચોમાસુ સત્ર અંગે થશે ચર્ચા 
કેબિનેટ બેઠકમાં વિધાનસભાના આગામી ચોમાસું સત્ર અંગે ચર્ચા થશે. ચોમાસું સત્ર દરમિયાન સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરનાર વિધેયક અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ