બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / business money making tips 4 upcoming ipo this week rr kabel samhi hotels zaggle prepaid ocean chavda infra what is grey market
Dinesh
Last Updated: 07:32 PM, 10 September 2023
ADVERTISEMENT
IPOમાંથી પૈસા કમાવા માંગતા લોકો માટે આવનાર સપ્તાહમાં ઘણી તકો છે. આ અઠવાડિયે 4 કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. સારા IPO ઘણીવાર રોકાણકારો માટો ફાયદો કરાવી જાય છે. એટલા માટે રોકાણકારો IPOની રાહ જોતા રહે છે. આ અઠવાડિયે જે 4 કંપનીઓનો IPO આવી રહ્યો છે તેમના નામ આ પ્રમાણે છે. RR Kabel, Samhi Hotels, Zaggle Prepaid Ocean Service અને Chavda Infra. તમને જણાવીએ કે, આ IPO માટે કેટલો બિડ થઈ શકે છે. તેમજ IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમ ખર્ચવામાં આવી શકે છે.
ADVERTISEMENT
RR Kabel
આ કંપની ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ બનાવે છે. તેનો IPO 13 સપ્ટેમ્બરે ખુલશે. આ માટે 15 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકાશે. કંપનીએ શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ 983-1035 રૂપિયા રાખ્યું છે. 1 લોટમાં 14 શેર રાખવામાં આવ્યા છે. જો તમે ઉપલા ભાવે બિડ કરો છો તો તમારે ઓછામાં ઓછા 14490 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPOની કિંમત 1963 કરોડ રૂપિયા છે.
SAMHI હોટેલ્સ
આ IPO 14મી સપ્ટેમ્બરે ખુલશે. આ માટે 18મી સપ્ટેમ્બર સુધી બિડ કરી શકાશે. કંપની આમાંથી 1400 કરોડ રૂપિયા એકત્ર કરશે. આમાં ફ્રેશ ઈશ્યુ અને OFS બંને પ્રકારના શેરનો સમાવેશ થાય છે. આ IPOની ઈશ્યૂ કિંમત વિશે હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
Zaggle Prepaid Ocean Service
એ ફિનટેક કંપની છે. તેનો IPO પણ 14 સપ્ટેમ્બરે ખુલશે. કંપની આ IPO દ્વારા 563 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. રૂ. 392 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 171 કરોડની ઓફર ફોર સેલ હશે.
Chavda Infra
આ કંપનીનો આઈપીઓ 12મી સપ્ટેમ્બરે ખુલશે. કંપની IPO દ્વારા રૂ. 43.26 કરોડ એકત્ર કરશે. IPOની પ્રાઇસ બેન્ડ 60-65 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ IPO સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ આધારિત હશે. આ માટે 14મી સપ્ટેમ્બર સુધી જ બિડ કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.