અજાણ્યા નંબરથી કોલ આવે તો જવાબ આપતા પહેલા સો વખત વિચારવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ફોનમાં વાત ચાલુ હતી. આ દરમિયાન મહિલાના ખાતામાંથી 10 હજાર ઉપડી જતા ચકચાર જાગી છે.
અજાણ્યા નંબરથી કોલ આવે તો જવાબ આપતા પહેલા સો વખત વિચારજો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં મહિલા બની શિકાર
ફોનમાં વાત ચાલુ હતી ને ખાતામાંથી ઉપડી ગયા 10 હજાર
હાલ દેશમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે. પરંતુ ડિજિટલ ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડ પણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. છેતરપિંડી કરતા તત્ત્વો નિતનવા આઈડિયા સાથે આસાનીથી લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. લોકોને જાણ પણ ન થાય અને ફોન આવતા જ એકાઉન્ટ કોરૂધાકોળ થઇ જાય છે. હાલ દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં છેતરપિંડીના કિસ્સાઓ આસમાને પહોંચી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ માત્ર એક ફોન કોલ કરીને તમેં જેવા ફોન ઉપાડો કે ખાતામાંથી પૈસા કપાઇ જાય છે.
માત્ર 19 થી 20 સેકન્ડમાં જ મહિલાનું એકાઉન્ટ ખાલી
ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહિલાના ફોનની રિંગ વાગ્યા બાદ મહિલાએ ફોન ઉપાડ્યો હતો. જે દરમિયાન તરફ જ તેના ખાતામાંથી 1 રૂપિયો અને ત્યારબાદ 10 સેકન્ડમાં મહિલાના ખાતામાંથી 9,999 રૂપિયા ઉપાડી ગયા હતા. આમ માત્ર 19 થી 20 સેકન્ડમાં જ મહિલાનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. જેને લઈને મહિલાના પગતળેથી જમીન સરકી ગઇ હતી.
સાયબર ફ્રોડની આ એક વિચિત્ર ઘટના
નિષ્ણાતોનું માનીએ તો હવે ઠગ મેસેજ, લિંક કે ઓટીપી નહિ પરંતુ વિદેશમાં રહેતા લોકોને શિકાર બનાવી રહ્યા છે. તેઓ વિદેશમાં બેસીને લોકોને બોલાવે છે. વ્યક્તિ ફોન ઉપાડે છે અને નામ અને સરનામું પૂછે છે, તે સમયની અંદર તેઓ ફોનના સેટિંગ્સને ડીકોડ કરે છે અને ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. ખાસ વાત એ છે કે ભારતનો દેશ કોડ પ્લસ 91 છે, જે મોબાઈલ નંબરની આગળ લખેલો છે. આ સિવાય, જો તમને કોઈ અન્ય કોડથી કોલ આવી રહ્યા હોય તો આંતરરાષ્ટ્રીય ફ્રોડ કોલ હોય શકે છે. આથી આવા ફોનના જવાબ દેવાનું ટાળવું જોઈએ.