ઉતાવળમાં ગરમ જમવાનું આરોગી લીધા બાદ જીભ બળી જાય તો ઠંડા પાણીથી કોગળા કરવા સહિત આ ઘરેલું ઉપાયથી રાહત મળી શકે છે.
જીભ દાજી જાત તો ઘરે જ કરો આ રીતે ઈલાજ
સમસ્યામાંથી મળશે તાત્કાલિક રાહત
ઠંડા પાણીથી કોગળા કરવા
સમયનો અભાવ તો ક્યારેક અજાણતામાં જમતી વેળાએ ગરમ જમી લેવાથી જીભ દાજી જવીએ આમ બાબત છે. ખાસ ગરમ ચા, ગરમ કોફી, પાણી, પી લેવાથી જીભ બળવી નોર્મલ વાત બની ગઇ છે. ક્યારેક ક્યારેક તો આ તકલીફ એટલી વધુ હોય છે કે આપણે થોડા સમય સુધી સ્વાદ લઇને ખાવાનું પણ નથી ખાઇ શકતાં નથી. આ ખુબ જ દર્દનાક હોય શકે છે. આ સમસ્યાથી બેચેની અનુભવાતી હોય છે. જો કે આ આર્ટિકલની મદદથી અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેની મદદથી તમે સરળતાથી આ તકલીફથી મુક્ત થઇ શકશો.
ઠંડા પાણીથી કોગળા કરવા
જો જીભ વધુ બળી જાય તો તેનાથી મુક્તિ મેળવવા માટે ઠંડા પાણીના કોગળા કરવા જોઈર. જીભની બળતરા દૂર કરવા માટે સૌથી સરળ રીત છે કે ઠંડા પાણીના કોગળા કરવા. ઠંડા પાણીથી જીભના સોજા અને તકલીફને ઘટાડી શકાય છે. જો તમારી પાસે બરફના ટુકડા હોય તો તેને પણ જીભ પર ઘસી શકો છો. તેનાથી તમને તુરંત આરામ મળશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ જીભના બોડીગાર્ડ તરીકે કામ કરશે. જે તમને તુરંત દુખાવામાં રાહત આપશે. તમે ઇચ્છો છો કે તુરંત રાહત મળે તો પત્તાવાળા એલોવેરા જેલ લગાવવી જેમાં કેમિકલ ન હોય. જીભમાં જે જગ્યાએ તકલીફ હોય ત્યાં મધ લગાવવાથી તુરંત રાહત મળે છે.
દૂધ અને દહી
જીભ બળવા પર ઠંડું દહી લગાવી લેવું અથવા દૂધ પી લેવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી તુરંત રાહત મળશે. ડેરી પ્રોડક્ટ્સ જીભને તો ઠંડી રાખે જ છે સાથે સાથે એ તમારા પેટને પણ ઠંડું રાખવાનું કામ કરે છે.
ફુદીનાના પાન
ફ્રેશ ફુદીનાના પાન તાજગી આપે છે. એવામાં જ્યારે તમારી જીભ બળી જાય તો તમને ફુદીનાના પાન લગાવી શકો છો. જીભ સળગવા પર તમે તાજા ફુદીનાના પાનને ચાવવા જોઇએ. આવું કરવાથી તમને તુરંત રાહત થઇ જશે.