બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bullying by truck drivers at Dumiani Toll Plaza near Upaleta

બેફિકર / ઉપલેટાના ટોલપ્લાઝા પર ડ્રાઈવરોની દાદાગીરી, ટોલ ટેક્સ ટાળવા બેરિયર તોડીને દોડાવી મૂકી ટ્રકો, લોકોમાં ડર

Dinesh

Last Updated: 09:21 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટા પાસેના ડુમિયાણી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોની દાદાગીરી હજુ પણ યથાવત, ફુલ સ્પીડમાં ટ્રક ચાલકો ટોલ પ્લાઝાને નુકસાન કરતા CCTVમા કેદ

  • ઉપલેટા પાસેના ડુમિયાણી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોની દાદાગીરી
  • ફુલ સ્પીડમાં ટ્રક ચાલકો ટોલ પ્લાઝા ને નુકસાન કરતા CCTVમા કેદ
  • ઓવર લોડ ટ્રક ચાલકો બે ફિકર ટોલ પ્લાઝાને નુકશાન પહોંચાડી રહ્યા 


ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા વિવિધ વિવાદોમાં ઘેરાયેલો રહે છે. થોડા સમય પહેલા ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે જેમાં રસિક ચાવડા નામના વ્યક્તિએ ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતાનો સામે આવ્યો હતો તે પહેલા ધારાસભ્ય અને પોલીસની હાજરીમાં માથાભારે વાહનચાલકો બૂમ બેરિયર અને ટોલ પ્લાઝાને નુકસાની પહોંચાડીને વાહન હંકારી ચાલી નીકળ્યા હતા તો ફરી આવી જ ઘટના સામે આવી છે, ટોલ પ્લાઝા પર વાહન ચાલકોની દાદાગીરી હજુ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. ફુલ સ્પીડમાં ટ્રક ચાલકો ટોલ પ્લાઝા ને નુકસાન કરતા CCTVમા સામે આવ્યા છે.

ટોલ પ્લાઝા પર વાહન ચાલકોની દાદાગીરી હજુ પણ યથાવત 
ઉપલેટા પાસે આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોની દાદાગીરી યથાવત હોય તેવું લાગી રહ્યું છે. ટોલ પ્લાઝા પર વાહન ચાલકોની દાદાગીરી પણ હજુ પણ યથાવત છે. ટોલ ટાળવા માટે બેરિયર તોડી  ફુલ સ્પીડમાં ટ્રક ચાલકો ટોલ પ્લાઝાને નુકસાન કરતા CCTVમા સામે આવ્યાં છે. ઓવર લોડ ટ્રક ચાલકો બે ફિકર ટોલ પ્લાઝાને નુકશાન પહોંચાડી રહ્યા છે. અન્ય વાહન ચાલકો સાથે અકસ્માત થાય તો કોણ જવાબદાર જેવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે. ટોલ પ્લાઝાના સંચાલકો તેમજ કર્મચારીઓમાં ભયનો માહોલ છે. પોલીસ પણ સમગ્ર ઘટના અંગે મૌન સેવી લીધું હોય તેવું પાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયાં છે.

અગાઉ મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ 
અગાઉ પણ ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપના મહિલા પ્રમુખના પતિ રસિક ચાવડાએ ઉપલેટા-ડુમીયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો. રાજકીય વગ ધરાવતા લોકોએ ટોલ પ્લાઝાને ટાર્ગેટ કર્યો હોવાની લોકોમાં ચર્ચા ચાલી હતી. ટોલ બૂથ પર ભાવ વધારો કરતા સ્થાનિકોમાં રોષ હતો. સ્થાનિકોએ ફરજિયાત ટોલ અને નવા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકોએ ટોલ પ્લાઝા પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ભાવ વધારો પાછો નહીં ખેંચાવા પર સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સળગતા સવાલ
લોકો ટોલ ટેક્સ ભરવા કેમ નથી માંગતા?
રોડનો ઉપયોગ કરવો તો ટેક્સ કેમ નથી ચૂકવવો?
ટોલ ટેક્સમાં ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન કેમ પહોંચાડવું છે?
દાદાગીરી કરનારા વાહનચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે?
આવી લુખ્ખાગીરી કરશો તો રસ્તો મેઇન્ટેઇન કઇ રીતે થશે?
જનપ્રતિનિધિ દેશની સંપતિ કે તિજોરીને નુકસાન પહોંચાડનારા સાથે કેમ છે?
સંચાલકો સરકારના આદેશ પ્રમાણે વસૂલે છે તો વાહનચાલકો વિરોધ કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ