બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:17 PM, 5 April 2023
ADVERTISEMENT
શેરબજારની ગાડી આજે પણ તેજીના પાટા પર સડસડાટ દોડી હતી. મહાવીર જયંતિની રજા બાદ આજે પણ ઓપન માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 582.87 પોઇન્ટ એટલે કે 0.99ના વધારા સાથે 59689 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફટી 0.91ના વધારા સાથે એટલે કે 159 ના વધારા સાથે 17,57 પર સ્થિર રહ્યો હતો. આ દરમિયાન એફએમસીજી, આઇટી અને ફાઇનાન્સશિયલ શેરની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. વધુમાં આજના કારોબારી દિવસ દરમિયાન સ્મોલકેપ શેરોમાં ખરીદદારી દેખાઈ હતી.
ADVERTISEMENT
આ રહ્યા બજારમાં તેજીના કારણો
બજારમાં તેજી પાછળના કારણો પર નજર કરીએ તો વૈશ્વિક બજારમાં ખરીદીને મજબૂત સમર્થન અને ડોલર ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડા તથા ડોલર સામે રૂપિયામાં મજબૂતી અને એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇટીસી અને આઇસીએસ માં તેજીને પગલે શેર બજારમા તેજીના ચેતનવંતા પ્રાણ પુરાાયા હતા.
આ શેરમાં આવ્યો ઉતારચડાવ
આજે એલ એન્ડ ટીના શેરમાં ચાર ટકા તેજી જોવા મળી હતી જ્યારે hdfc લિમિટેડના શેરમાં 2.90% નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આઇટીસીના શેરમાં 1.80 ટકા અને એચયુએલના શેરમાં 1.90% નો વધારો નોંધાયો હતો. તો બીજી બાજુ અદાણીના શેરધારકોને રોવાનો વારો આવ્યો હતો. અદાણી ઇએનટી માં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ઇચેર મોટર્સમાં 2.52 ટકાનો કડાકો નોંધાયો હતો. એમ એન્ડ એકમાં 1.30 ટકા અને એનટીપીસી પણ 1.21 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.