બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh margi 2023 from may 15 the people of these 5 zodiac signs will shine like the sun will get a lot of fame

ધર્મ / બુધ ગ્રહ મેષ રાશિમાં જ માર્ગી થશે, આ 5 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય

Manisha Jogi

Last Updated: 01:42 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ ગ્રહની આ સીધી ચાલ કઈ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • બુધને ગ્રૃહોનો રાજા માનવામાં આવે છે
  • બુધ મેષ રાશિમાં જ માર્ગી થશે
  • કઈ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે?

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રૃહોનો રાજા માનવામાં આવે છે. બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, સંવાદ તથા વેપારનો કારક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, બુધદેવની કૃપા વગર કોઈપણ જાતકને વાકસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. હાલમાં બુધ મેષ રાશિમાં અસ્ત અવસ્થામાં ચાલી રહ્યો છે. 15 મે 2023ના રોજ સોમવારે બુધ મેષ રાશિમાં જ માર્ગી થશે. બુધ ગ્રહની હલચલથી કોઈપણ રાશિના જાતકોને બમ્પર લાભ થશે. બુધ ગ્રહની આ સીધી ચાલ કઈ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ- 
બુધ ગ્રહ મેષ રાશિમાં જ માર્ગી થઈ રહ્યા છે, જે મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. આ સમય વેપારીઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે. માન સમ્માનમાં વૃદ્ધિ થશે. અપરિણીત વ્યક્તિઓ માટે સુયોગ્ય પ્રસ્તાવ મળી શકે છે. 

વૃષભ-
બુધનું માર્ગી થવું તે વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમને સંપત્તિ સાથે જોડાયેલ લાભ થઈ શકે છે. ભૂમિ ભવન અથવા વાહન ખરીદી થવાની સંભાવના છે. નોકરિયાત વ્યક્તિઓને તેમની મહેનતનું પરિણામ મળશે. 

કર્ક-
બુધની સીધી ચાલ કર્ક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ દરમિયાન પરિવારજનો સાથે સારો સમય પસાર કરસો. બિઝનેસ વિસ્તારિત થવાની સંભાવના છે. આ દરમિયાન ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. 

કન્યા-
બુધની સીધી ચાલ કન્યા રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. આ દરમિયાન બિઝનેસમાં પ્રગતિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને સારા સમાચાર મળી શકે છે. ઘરના લોકો સાથે સારો સમય પસાર કરશો.

ધન-
બુધનું માર્ગી થવું તે ધન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે, માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. જે પણ કાર્ય અટકેલું છે, તે પૂર્ણ થશે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. આ દરમિયાન જે પણ કામ શરૂ કરશો તે કામમાં સફળતા મળશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ