બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Budget 2023: Income tax rates could be lowered in new regime, says report

રાહતના એંધાણ / ઈન્કમ ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર? કેન્દ્ર સરકાર બનાવી રહી છે મોટો પ્લાન, સરકારી સૂત્રોનો દાવો

Hiralal

Last Updated: 08:54 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે સરકારી સૂત્રોનો દાવો છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટમાં સરકાર ઈન્કમ ટેક્સનો સુધારિત સ્લેબ રજૂ કરી શકે છે.

  • 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી સીતારામણનું બજેટ 
  • સરકાર બજેટમાં ઈન્કમ ટેક્સ પેયર્સને આપી શકે રાહત 
  • બે સરકારી સૂત્રોએ કર્યો મોટો દાવો 
  • સરકાર ઈન્કમ ટેક્સ દરો ઘટાડી શકે
  • બજેટમાં નવો ટેક્સ સ્લેબ રજૂ કરી શકે 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશની સામે નાણાકીય વર્ષ 2023-23 માટે બજેટ રજૂ કરશે. નોકરીયાત લોકોને આ બજેટને લઈને ઘણી અપેક્ષાઓ છે. બે સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, સરકાર તેના સ્વૈચ્છિક આવકવેરા માળખા હેઠળ દરો ઘટાડવાની વિચારણા કરી રહ્યું છે અને 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સુધારેલો સ્લેબ રજૂ કરી શકે છે.

અંતિમ નિર્ણય પીએમ કાર્યાલય લેશે 
જો કે સૂત્રોનું કહેવું છે કે આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય કરશે જોકે સત્તાવાર રીતે આ અંગે કંઈ કહેવાયું નથી. 

હાલમાં કરદાતાઓને બેમાંથી એકની પસંદગી કરવાની છૂટ 
હાલ કરદાતાઓને જૂની અને નવી કરપ્રણાલીમાંથી એકની પસંદગી કરવાની તક મળે છે. દેશમાં દર વર્ષે 500,000 રૂપિયાની ઓછામાં ઓછી વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સ લાગે છે. નવી યોજના હેઠળ વાર્ષિક 5,00,000થી 750,000 રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ જૂના નિયમો હેઠળ લાગુ 20 ટકાના દર સામે 10 ટકા ટેક્સ ભરવો પડશે, જ્યારે 15 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

આ કારણે નવી ટેક્સ સિસ્ટમ પસંદ નથી આવી
હકીકતમાં, નવી વૈકલ્પિક આવકવેરા યોજના, જેણે કરવેરાના નિયમોને સરળ બનાવ્યા હતા અને કરવેરામાં પણ રાહત આપી હતી, તે મોટાભાગના લોકોને આકર્ષિત કરી શકી ન હતી. આ અંગે ખુલાસો કરતાં નિષ્ણાતો કહે છે કે આ કરવેરા પદ્ધતિ ભાડાનાં ઘરો અને વીમા પર અન્ય બાબતોની સાથે કરમુક્તિ આપતી નથી. એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, "નવી આવકવેરા પ્રણાલીમાં છૂટ અને કર ઘટાડાને મંજૂરી આપવાથી તે જટિલ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ