બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / BUDGET 2022: No change in income tax slab, 30% tax on cryptocurrency

સંસદ / BUDGET : ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, ક્રિપ્ટોકરન્સીની આવક પર ધરખમ ટેક્સ ઝીંકાયો

Hiralal

Last Updated: 11:15 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે આ વર્ષે પણ ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

  • મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત રાખ્યા 
  • ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
  • ક્રિપ્ટોકરન્સી પર લાગશે 30 ટકા કર 

નોકરિયાતોને બજેટમાં આવકવેરા અંગે સૌથી વધુ અપેક્ષાઓ હોય છે. આ વખતે પણ એવું જ હતું. પરંતુ આ આશા પૂરી થઈ ન હતી. લોકો છેલ્લા આઠ વર્ષથી આવકવેરામાં છૂટની માંગ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આવકવેરામાં છૂટને લઈને કોઈ જાહેરાત કરી નથી. પગારદાર વર્ગ માટે આ સૌથી મોટો ઝટકો છે. વાસ્તવમાં કરદાતાઓને સતત 8 વર્ષ સુધી આવકવેરામાં છૂટની આશા હતી. આ અગાઉ વર્ષ 2014માં આવકવેરા ભરનારાઓને ટેક્સના મોરચે રાહત મળી હતી. કરદાતાઓની માંગ છે કે છેલ્લા આઠ વર્ષમાં ઘણા બધા ફેરફારો થયા છે. મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે. પરંતુ ટેક્સના મોરચે કોઈ રાહત મળી ન હતી. હવે આપણે ફરી એક વર્ષ રાહ જોવી પડશે. જૂના સ્લેબ મુજબ કરદાતાઓએ આવકવેરો ભરવો પડશે.

2022-23ના બજેટમાં પગારદાર વર્ગને કોઈ રાહત નહીં 

2022-23ના બજેટમાં પગારદાર વર્ગને કોઈ રાહત મળી નથી. મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારનું સરકારનું કોઈ આયોજન નથી, તેને યથાવત સ્થિતિએ જાળવી રખાયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સના મામલે મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે ભારતમાં અપડેટેડ ટેક્સ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.

ક્રિપ્ટોકરન્સી પર લાગશે 30 ટકા કર 
નિર્મલા સીતારામણે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લગાડવાની પણ જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લગાડવાનો સરકારનો પ્રસ્તાવ છે. 

NPS ટિયર-1માં અત્યાર સુધી 10 ટકા રક સુધી ઈન્કમ ટેક્સ પર છૂટ મળતી હતી, જે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્ટાફને 15 ટકા સુધી રોકાણ કરવા પર છૂટ મળશે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ 
દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારે માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. આવકની ઘોષણા નહીં કરાય તો સર્ચ કરતી વખતે જે રકમ મળશે તેના પર સંપૂર્ણ ટેક્સ ચૂકવવો પડશે. બિઝનેસ પ્રમોશન માટે એજન્ટને દર વર્ષે 20000 રૂપિયાથી વધારાની ગિફ્ટ પર ટેક્સ આપવો પડશે

બે વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકાશે

લોકો હવે બે વર્ષ માટે તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે. જો આવકવેરા રિટર્નમાં કંઇક ખોટી રીતે છોડી દેવામાં આવ્યું હોય, તો તેને સુધારી શકાય છે.

સહકારી મંડળીએ હવે 14 ટકાની MAT ચૂકવવી પડશે

સહકારી મંડળીએ હવે 14 ટકાની MAT ચૂકવવી પડશે. એક કરોડથી 10 કરોડની આવક ધરાવતી સોસાયટીએ માત્ર 7 ટકા સરચાર્જ ચૂકવવો પડશે. 

ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, ગત વર્ષની મુજબ જ લાગુ પડશે
- ITRમાં ભૂલ ઠીક કરવા માટે 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
- ડિજીટલ એસેટ ટ્રાન્સ્ફર (ક્રિપ્ટોકરન્સી)ની આવક પર 30 ટકા ટેક્સ
- ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે
- દરેક પ્રકારના કેપિટલ ગેઈન પર 15 ટકા ટેક્સ
- સહકારી સમિતિઓ ટેક્સ ઘટાડીને 15 ટકા કરાયો
- દિવ્યાંગોને ટેક્સમાંથી રાહત અપાઈ

 નવો ઈન્કમ ટેક્સ સ્લેબ
0 થી 2.5 લાખ સુધી- 0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 7.5 લાખ સુધી 10 ટકા
7.50 લાખથી 10 લાખ સુધી 15 ટકા
10 લાખથી 12.50 લાખ સુધી 20 ટકા
12.50 લાખથી 15 લાખ 20 ટકા
15 લાખથી ઉપરની આવક પર 30 ટકા 

જુનો આવકવેરા સ્લેબ
2.5 લાખ સુધી-0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 10 લાખ સુધી 20 ટકા 
10 લાખથી ઉપર 30 ટકા 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ