બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / BRTS bus became reckless again in Ahmedabad, hit a student going home from tuition, people washed the driver

SHORT & SIMPLE / અમદાવાદમાં ફરી બેફામ બની BRTS બસ, ટ્યુશનથી ઘેર જતા વિદ્યાર્થીને મારી ટક્કર, લોકોએ ડ્રાઈવરને ધોઈ નાખ્યો

Vishal Khamar

Last Updated: 06:20 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં BRTS બસે વિદ્યાર્થીને લીધો અડફેટે લીધો હતો. ત્યારે વિદ્યાર્થી ક્લાસીસ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો. તે દરમ્યાન BRTS ની અડફેટથી વિદ્યાર્થીને ઈજા પહોંચવા પામી હતી.

  • અમદાવાદમાં BRTS બસે વિદ્યાર્થીને લીધો અડફેટે  
  • મણિનગર રેલવે ફાટકથી જયહિંદ ચાર રસ્તાના રૂટ પર બની ઘટના
  • ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ત્યારે મણિનગર રેલ્વે ફાટકથી જયહિંદ ચાર રસ્તાનાં રૂટ પર સ્વામીનારાયણ મંદિરનાં ટાવર સામે અકસ્માત થયો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. BRTS બસની અડફેટથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.

અકસ્માત સમયે હાજર રહેલ ટોળાએ મને માર માર્યો હતોઃ ડ્રાઈવર 
આ બાબતે ડ્રાઈવરે જણાવ્યું હતું કે BRTS કોરીડોરમાંથી મારી ગાડી પસાર થઈ હતી. ત્યારે મેં હોર્ન માર્યો. તે સમયે વિદ્યાર્થી ઉભો રહ્યો.  જે બાદ હું નીકળ્યો હતો જે બાદ વિદ્યાર્થી કૂદકો મારીને આગળ નીકળી ગયો હતો. તે સમયે મેં બ્રેક મારી દીધી હતી અને વિદ્યાર્થી બસ સાથે ટકરાઈને નીચે પડ્યો હતો. ગાડીમાં લગભગ 10 થી 15 જેટલા પેસેન્જરો હતા. અકસ્માત સમયે અહીંયા જે લોકો ઉભા હતા. તે લોકો મને મારવા લાગ્યા હતા. આ બાબતની જાણ અમારા સાહેબને કરી છે તેઓ હમણાં આવે છે તેમ કહ્યું હતું.

BRTS BUS નો ડ્રાયવર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ