બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / British leader Paul Golding sarcastically congratulated India for the successful Chandrayaan 3 mission

ચંદ્રયાન-3 / ભારત સફળ થયું તો અમુકને ઈર્ષ્યા થવા લાગી: બ્રિટિશ નેતાએ કર્યું વિવાદિત ટ્વિટ તો લોકોએ કહ્યું કોહિનૂર પાછું આપો

Vaidehi

Last Updated: 11:38 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં ચંદ્રયાન મિશન પર બ્રિટનનાં એક નેતાએ વ્યંગાત્મક રીતે શુભેચ્છા પાઠવતાં ભારતને બ્રિટન તરફથી મળતી મદદનો ઉલ્લેખ કર્યો.

  • ચંદ્રયાન મિશનને લઈને બ્રિટનનાં નેતાનું ટ્વિટ
  • શુભેચ્છા પાઠવવા કરી વ્યંગાત્મક ટિપ્પણી
  • ભારતીય યૂઝર્સે ભડકીને કર્યો પલટવાર

ભારતે શુક્રવારે ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. આ મિશન અંતર્ગત ચંદ્ર પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મોકલવામાં આવ્યું છે. દુનિયાભરનાં દેશો અને લોકો આ મિશનને લઈને ભારતને શુભેચ્છા પાઠવી રહ્યાં છે પરંતુ કેટલાક લોકોને ભારતની પ્રગતિ પચતી નથી. બ્રિટનનાં એક નેતાએ કંઈક એવું ટ્વીટ કર્યું જે જોઈને ભારતીયો ભડકી ઊઠ્યાં.

પૉલ ગોલ્ડિંગે વ્યંગાત્મક રીતે ટ્વીટ કર્યું
બ્રિટન ફર્સ્ટ પાર્ટીનાં નેતા પૉલ ગોલ્ડિંગે વ્યંગાત્મક રીતે ટ્વીટ કરતાં કહ્યું કે,' તમારા અંતરિક્ષ કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છા અને બ્રિટનનાં રાજનેતાઓને શરમ આવવી જોઈએ કે જેઓ બિનજરૂરી રૂપે ભારતને વિદેશી મદદનાં રૂપમાં લાખો પાઉન્ડ આપતાં રહે છે.' તેમના આ ટ્વીટથી એવું લાગી રહ્યું છે કે ભારતનાં લોકો બ્રિટન તરફથી મળતી મદદ પર જીવે છે. નેતાનાં આ નિવેદન પર ભારતીયોએ પલટવાર કર્યો છે. એક વ્યક્તિએ તો લખ્યું કે,'બ્રિટને આજની કિંમતનાં હિસાબે ભારત પાસેથી 45 ટ્રિલિયન ડૉલર લૂટ્યાં છે.'

'ભારતમાંથી લૂટેલી ચીજો પરત કરો'
ટ્વીટ પર ઘણાં લોકોએ કહ્યું કે ભારત સરકારે બ્રિટનની મદદ લેવાનું બંધ કરી દીધું છે. જે પણ મદદ વિદેશથી આવે છે તે ભારતનાં NGOમાં જાયે છે. તો કેટલાક લોકોએ યાદ અપાવ્યું કે 'બ્રિટનનાં મ્યૂઝિયમમાં ભારતમાંથી લૂટેલી ચીજો ભરેલી છે.' યૂઝર્સે જણાવ્યું કે' કોહિનૂર હીરો પણ બ્રિટિશ મ્યૂઝિયમમાં છે.' કેટલાકે લખ્યું કે 'મદદ આપવાની જગ્યાએ બસ ભારતમાંથી લૂટેલી ચીજો પરત કરી દો. '
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ