બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / britain woman got the chips worth 88 lakhs

નસીબ ફૂટેલા / એક નાનકડી ભૂલને લીધે મહિલા 88 લાખ ખાઈ ગઈ.! ચિપ્સના પેકેટમાં નીકળેલી આ વસ્તુ હતી કિંમતી, ઓફર ચૂકી

Vaidehi

Last Updated: 07:47 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની મહિલાને 88 લાખનો ખજાનો હાથ લાગ્યો હતો પરંતુ એક નાની ભૂલનાં કારણે....

  • મહિલાને 88 લાખનો ખજાનો હાથ લાગ્યો
  • ચિપ્સનાં પેકેટમાંથી લાગ્યો જેકપોટ
  • નાની ભૂલને લીધે ન મેળવી શકી રૂપિયા

કેટલીકવાર નસીબ નામક ચમત્કારથી લોકોને મોટા જેટપોટ લાગતાં હોય છે અને ત્યારબાદનું જીવન ચમકી ઊઠે છે. એવું જ કંઈક હાલમાં એક મહિલા સાથે બન્યું છે. બ્રિટનની એક મહિલાનાં હાથમાં 88 લાખનો ખજાનો હાથ લાગ્યો છે. અને એ પણ એક સાધારણ ચિપ્સનાં પેકેટની મદદથી!

88 લાખનો કૂરકુરે
બ્રિટનમાં એક મહિલાને એક વિચિત્ર શેપવાળો કુરકરે મળ્યો અને મહિલાએ ખાયાં પહેલાં તેનો ફોટો પાડી લીધો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. પરંતુ પાછળથી તેને ખબર પડી કે જે એક ચિપ્સ તેણે ખાઈ તેની કિંમત 88 લાખ રૂપિયાની હતી. એક રિપોર્ટ અનુસાર 40 વર્ષની ડોમ સેગરે અજાણતા જ પોતાના હાથ લાગેલ ખજાનો ખોઈ દીધો. 

ખાયા પહેલાં ફોટો કર્યો હતો પોસ્ટ
2 બાળકોની માતા ડૉન સેગર એક સુપરમાર્કેટમાં કામ કરે છે અને છેલ્લી 15 ફેબ્રુઆરીનાં તે પોતાની શિફ્ટ શરૂ થયાની પહેલાં રેડી સોલ્ટેડ નામક એક સ્નેક ખાઈ રહી હતી. તે દરમિયાન તેના હાથ એક દિલ શેપની ચિપ્સ આવી. આલૂથી બનેલી આ ચિપ્સ એવી હતી કે જે પર્ફેક્ટ શેપમાં હતી.  આ ચિપ્સ એટલું વધારે આકર્ષક હતું કે તેને ખોલવાથી પહેલાં જ તેણે ચિપ્સનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને પછી તે ખાઈ ગઈ.

કંપનીએ ઓફર રાખી હતી...
થોડીવારમાં જ તેના મિત્રોએ તેને ફોન કરીને કહ્યું કે વોકર્સ કંપનીએ ઓફર રાખી છે. જે એ યૂનિક હાર્ટ શેપવાળા ચિપ્સને લઈને દેખાડશે, કંપની તેને 88 લાખનું ઈનામ આપશે. તે મહિલા આ ચિપ્સને ખાઈ ગઈ. રિપોર્ટ અનુસાર મહિલાએ કહ્યું કે હાલમાં તેને આ વાતનું વધારે દુ:ખ નથી. તેણે કહ્યું કે તે હવે જ્યારે કુરકુરે ખાશે ત્યારે તે ખાસ હાર્ટ શેપનું ધ્યાન રાખશે કારણકે આ ઓફર 20 માર્ચ સુધી ચાલુ રહેવાની છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ