બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / BRITAIN PM BORIS JOHNSON VISITS GANDHI ASHRAM, SHOCKS AFTER HEARING ABOUT THE TAX ON SALT

ઐતિહાસિક / ગાંધી આશ્રમમાં બ્રિટન PMએ પૂછ્યું, શું આપણે ખરેખર મીઠા પર ટેક્સ લેતા હતા? જવાબ સાંભળી ચોંકી ગયા

Parth

Last Updated: 05:10 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા બ્રિટનના PM બોરિસ જોનસન પોતાની જ જૂની હુકુમતો દ્વારા ટેક્સ વિષે જાણીને ચોંકી ગયા

  • બાપુની સામે નતમસ્તક થયું બ્રિટન 
  • PM બોરિસ જોનસને લીધી ગાંધી આશ્રમની મુલાકાત 
  • મીઠા સત્યાગ્રહ વિષે સાંભળીને ચોંકી ગયા 

બ્રિટિશ PMનું બાપુને નમન 
ગુજરાત એટલે ગાંધી-સરદારની ધરતી... અંગ્રેજો સામે આઝાદીની ચળવળ ચલાવીને દેશને આઝાદી અપવાનાર મહાન નેતાઓની ભૂમિ. આજે ગુજરાતની આ ભૂમિ ફરી એકવાર ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની જેમાં જે બ્રિટિશ હૂકુમત સામે દેશને ગાંધીજીએ એક કર્યો હતો તે જ બ્રિટિશ હૂકુમતના વડાપ્રધાને ગાંધી સામે નમન કર્યું. અમદાવાદની ધરતી પર પહેલીવાર બ્રિટનના વડાપ્રધાન આવ્યા અને ગાંધી આશ્રમમાં મહાત્માને સૂતરની આંટી પહેરાવી તેમના સિદ્ધાંતોને સલામ કર્યા. 

શું ખરેખર આપણે મીઠા પર ટેક્સ લેતા હતા?: જોનસન ચોંકી ગયા 
અમદાવાદ આવેલા બોરિસ જોનસનનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું જે બાદ તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. આશ્રમમાં તેમણે 45 મિનિટ જેટલો સમય ગાંધીજીના સંસ્મરણો વિશે જાણકારી મેળવી અને મીઠાના સત્યાગ્રહ વિશે વાત સાંભળતા જ અચંબિત થઈ ગયા હતા. મીઠા પર બ્રિટિશ હૂકુમત દ્વારા લગાવવામાં આવતા ટેક્સ વિષે સાંભળીને તેમણે પોતાના હાઇકમિશનરને સવાલ પણ કરી નાંખ્યો કે શું ખરેખર મીઠું પર પણ ટેક્સ લેવાતું? બહુ ચોંકાવનારું છે આ તો! જવાબમાં હાઇકમિશને હોંકારો ભરતા કહ્યું, જી, હા...

બાપુના સાનિધ્યમાં આવવું મારા માટે સૌભાગ્ય: બોરિસ 
આ સિવાય બોરિસ જોનસને ગાંધી આશ્રમમાં જમીન પર બેસીને રેંટિયો પણ કાંતયો હતો અને વિઝિટર બુકમાં લખ્યું હતું કે વિશ્વને સત્ય અને અહિંસાના સિદ્ધાંતથી જેમણે વિશ્વને એક કર્યા એવા અસાધારણ વ્યક્તિના આશ્રમમાં આવ્યું એ મારુ સૌભાગ્ય છે. 

100 વર્ષ પહેલા ગાંધી બ્રિટિશ જજ સામે ઊભા હતા, અને આજે..... 
નોંધનીય છે કે આજથી 100 વરસ પહેલા 1922માં માર્ચ મહિનામાં રાજદ્રોહ કેસમાં ગાંધીજીને શાહીબાગ સર્કિટ હાઉસમાં 6 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. 1922માં ગાંધીજી એક લેખ લખવા બદલ સેશન્સ જજની સામે ઊભા હતા અને આજે એ જ ગાંધીજી સામે બ્રિટિશ હૂકુમતના વડાપ્રધાને શીશ ઝૂકાવીને ઊભા રહેવું પડ્યું છે. 

અમદાવાદમાં કરાયું ભવ્ય સ્વાગત 
અમદાવાદ પહોંચતાની સાથે જ એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. યુકેના PMના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેનાં સ્ટેજ તૈયાર કરાયાં હતા. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર બોરિસ જોનસનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. બોરિસ જોન્સન ગાંધી આશ્રમ પહોંચતા ત્યાં તેમનું મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ