બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 01:05 PM, 8 June 2022
ADVERTISEMENT
લગ્નને લઈને વિવાદ
આજકાલ લગ્નને લઈને ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા મસ્તી મજાકના હોય છે તો ઘણા તમને આશ્ચાર્ય પમાડે એવા હોય છે. આવો જ એક એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના થોડા સમય બાદ જ દુલ્હને પોતાના નવા નવા જીવનસાથી વરરાજા સાથેનો સંબંધ તોડી નાખ્યો. દુલ્હને કહ્યું કે વરરાજાની ઉંમર વધારે છે. આ ઘટના વારાણસીના ચૌબેપુર વિસ્તારની છે.
વિધિવત લગ્ન સંપૂર્ણ થયા હતા
જાણકારી મુજબ રવિવારે કાદીપુર ખુર્દ ગામના ચૌહાણ વિસ્તારમાં લગ્ન હતા. વારાણસી શહેરના સંકટમોચન વિસ્તારમાંથી જાન ગામમાં પહોંચી હતી અને સામૈયા, વરમાળા બાદ હિંદુ ધર્મના રિવાજો સાથે સાત ફેરા લેવામાં આવ્યા હતા. વિધિવત સિંદૂર દાનથી લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી.
ADVERTISEMENT
વર ઘરડો થઇ ગયો છે
સોમવારે સવારે જ્યારે વિદાયની તૈયારીઓ શરૂ થઈ તો દુલ્હને વરરાજા સાથે જવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે વરરાજો ઘરડો(વૃદ્ધ) થઈ ગયો છે. આ મામલો ચૌબેપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. વર-વધૂની બંને બાજુથી લાંબા સમય સુધી પંચાયત ચાલી રહી હતી, પરંતુ કન્યાની જીદની આગળ કોઈનું ના ચાલ્યું અને થોડા સમય પહેલા થયેલા લગ્ન તૂટી ગયા.
વાત પોલીસ સ્ટેશન સુધી પહોચી
કાદીપુર ખુર્દ ગામના રહેવાસી રાજા બાબુ ચૌહાણે પોતાની પુત્રી કાજલના લગ્ન વારાણસીના સાકેત નગર સંકટમોચનમાં રહેતા સ્વ.પ્રભુ ચૌહાણના પુત્ર સંજય ચૌહાણ સાથે નક્કી કર્યા હતા. 5 જૂનના રોજ ગામમાં લગ્નની સમગ્ર વિધિ સંપન્ન થઇ ગઇ હતી. સોમવારે સવારે જ્યારે વિદાય સમયે ટ્રેક્ટર-ટ્રોલી પર બધો સામાન ભરવામાં આવ્યો તો દુલ્હને વરરાજાની સાથે જવાની ના પાડી દીધી. આના પર દુલ્હન પક્ષે અને વર પક્ષે વાત થવા લાગી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.
કન્યા વગર જાન પરત ફરી
થાણા અધ્યક્ષ અનિલ મિશ્રાએ બંને પક્ષે બેસીને પરસ્પર સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો. પંચાયત કલાકો સુધી ચાલતી રહી, પરંતુ કન્યાની જીદની આગળ કોઈનું ન ચાલ્યું અને થોડા કલાકો સુધી પતિ બનેલા વરરાજાને કન્યા વગર જ ખાલી હાથે પરત ફરવું પડ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.