બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / breaking news another gujarati died on amarnath yatra vadodara 33 years old men ganesha kadam

દુ:ખદ / અમરનાથ યાત્રામાં વધુ એક મોત: છેલ્લા 10 દિવસમાં 4 ગુજરાતીઓના મૃત્યુ, આજે વડોદરાના રહેવાસીને આવ્યો હાર્ટ એટેક

Malay

Last Updated: 09:34 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ, પહેલગાવમાં વડોદરાના 33 વર્ષીય યુવકનું હોર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોક.

 

  • અમરનાથ યાત્રામાં વધુ એક શ્રદ્ધાળુનું મૃત્યુ
  • ફતેહપુરા પીતાંબર પોળના યુવકનું મૃત્યુ
  • હાર્ટ એટેક આવતા ખસેડાયા હતા હોસ્પિટલમાં

અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અમરનાથની યાત્રા હવે ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ચોથા ગુજરાતી શ્રદ્ધાળુનું યાત્રા દરમિયાન મોત નિપજ્યું છે.

બે દિવસમાં આવ્યા ત્રણ હાર્ટ એટેક  
મળતી માહિતી અનુસાર, વડોદરાના ફતેહપુરા ખાતે આવેલી પીતાંબરની પોળમાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમ વડોદરાથી 10 મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા. તેઓ પહેલગામ ખાતે આવેલી એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમને બે દિવસ પહેલા ઉલટી થતાં મિત્રો સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેમને બે વખત હાર્ટ એટેક આવ્યા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા, પરંતુ આજે આવેલો ત્રીજો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો હતો. 

મૃતક ગણેશ કદમ

પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું
તેમનું હોસ્પિયલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતાની સાથે પરિવારમાં માતમ છવાયું છે. તો ગણેશ કદમના આકસ્મિત અવસાનથી તેમના પત્નીને અને બાળકો નિરાધાર બન્યા છે. હાલ તેમના મૃતદેહને વડોદરા લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 

lady died of shooting stone incident 2 jawan injures in jammu kashmir
ઊર્મિલાબેન મોદી મૃત્યુ

ગતરોજ મહિલાનું નિપજ્યું હતું મોત
આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું, મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે અમેરિકા રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર પડતા મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતક ઊર્મિલાબેનના પરિવારજનોએ જણાવ્યું છે કે, દોઢ મહિલા પહેલા જ પાંચથી છ મહિના માટે ગીરીશભાઇ મોદી અને તેમના પત્ની ઊર્મિલાબેન મોદી વતન સુરતના કામરેજ ખાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. ઊર્મિલાબેન એક ટુર ટ્રાવેલ્સ દ્વારા પતિ સાથે ગત 5 જુલાઇના રોજ કામરેજથી અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. બે દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભૂસ્ખલન થતાં ઊર્મિલાબેનના માથામાં પથ્થર વાગ્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું છે.

10 દિવસમાં આ ચોથા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ
1. ગણેશભાઈ કદમ (ફતેહપુરા, વડોદરા)  
2. ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (કામરેજ, સુરત) 
3. શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (સિદસર, ભાવનગર)
4. રાજેન્દ્રભાઇ ભાટીયા (વેમાલી, વડોદરા) 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ