બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Botad Laththakand: 4-day remand of 7 accused AMOS company sealed 21 patients discharged from hospital

BIG NEWS / બોટાદ કથિત લઠ્ઠાકાંડના 7 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર, AMOS કંપની સીલ, કુલ 21 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

Vishnu

Last Updated: 09:28 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMOS કંપનીને બંધ કરવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો, હાલ AMCએ હેલ્થ અખાદ્ય પદાર્થનું લાયસન્સ ન હોવાથી સીલ કરી

  • બોટાદના બરવાળા કથિત લઠ્ઠાકાંડનો મામલો 
  • કોર્ટે 7 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • ભાવનગર સિવિલમાંથી 15 તો અમદાવાદ સિવિલમાંથી 6 દર્દી ડિસ્ચાર્જ કરવામા આવ્યા

બોટાદ કથિત લઠ્ઠાકાંડમાં 32 મોત બોટાદ જિલ્લામાં થયા છે, અમદાવાદના 11 વ્યક્તિઓના મૃત્યુ સાથે કુલ આંકડો 43 સુધી પહોંચી ગયો છે.  સમગ્ર કેસમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે આજે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં કરવામાં રજૂ કરવામાં આવ્યા હતા.  તમામના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કયા કયા આરોપીના રિમાન્ડ મંજૂર થયા?

  • 1) વિજય ઉર્ફે લાલો પઢિયાર
  • 2) ભવાન ડાબસરા 
  • 3) સંજય કુંમરખાણીયા 
  • 4) અજિત ઉર્ફે દાજી કુંમરખાણીયા
  • 5) જટુભા રાઠોડ 
  • 6) નસીબ ગોરાસવા
  • 7) ચમન કુંમરખાણીયા
  • 8) ગજુબેન ( 6 દિવસના રિમાન્ડ)
  • 9) પીન્ટુ ગોરહવા ( 6 દિવસના રિમાન્ડ)

કુલ 21 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
તો બીજી તરફ રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓના એડમિટ થવાની સંખ્યા નહિવત થઈ ગઈ છે. જે લોકો ઝેરી દારૂ પીવાથી અસરગ્રસ્ત થયા હતા અને સારવાર હેઠળ હતા તેઓની પણ તબિયત સુધરી જતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી 15 તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી 6 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ભાવનગરમાં 85થી વધુ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 43 દર્દીઓ સારવાર હેઠળ છે. 

હવે અમે દારૂને હાથ પણ નહીં લગાવીએ: ડિસ્ચાર્જ થયેલા દર્દી
મોતને માત આપી ઘરે પરત ફરેલા દર્દીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે અમે 2 3 પોટલીઓ પીધી હતી. જે બાદ 3 4 કલાક પછી આંખે અંધારા આવ્યા હતા. ગામના ડૉક્ટરે બાટલો ચડાવતા થોડી રાહત થઈ હતી પણ અચાનક જ દેખાવવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે એક જ વાત મનમાં હતી કે હવે દારૂને હાથ નહીં લગાવીએ. હવે ઘરે પરત ફરી રહ્યા છીએ ત્યારે તમામને વિશ્વાસ આપતા કહ્યું કે હવે દારૂને હાથ પણ નહી લગાવીએ તેવી નેમ લીધી છે. મહત્વનું છે કે ભાવનગર સિવિલમાંથી આ પહેલા પણ 9 દર્દીઓને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા હતા

AMOS કંપની સીલ
AMOS કંપનીમાં નશાબંધી અને આબકારી વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે.કંપનીમાં રહેલ મિથેનોલ કેમિકલના નમૂના FSLમાં મોકલવામાં આવ્યા છે. તેમજ AMOS કપંનીના કેમિકલના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. કંપનીમાં રહેલ 8 હજાર લીટર કેમિકલને સીઝ કરી AMOS કંપનીને બંધ કરવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આ તપાસમાં એ પણ ખૂલ્યું છે કે AMOS કંપની જોબ વર્ક પર કામ કરતી હતી અને ફીનાર કંપનીને મિથેનોલ કેમિકલનો જથ્થો આપતી હતી. અઢી લીટરની કાચની બોટલિંગ કરી પ્રોસેસિંગ કરતા હતા. સમગ્ર મામલે કંપનીના માલિક સમીર પટેલની પૂછપરછ કરવામાં આવશે. તો બીજી તરફ AMCએ એમોસ કંપનીને નોટિસ પાઠવી સીલ કરી દીધી છે. નોટિસમાં હેલ્થ અખાદ્ય પદાર્થનું લાયસન્સ ન હોવાથી સીલ કરાઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે. 

આરોપીઓએ 43 લોકોના લીધા જીવ અનેકને બેઘર કર્યા
જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું.  જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ