બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bombay high court judgement in rape case extra marital affair physical relation

ન્યાયિક ચુકાદો / એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં સેક્સ રેપ ગણાય કે નહીં? હાઈકોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 03:20 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં સેક્સ રેપ ગણાય કે નહીં તેને લઈને બોમ્બે હાઈકોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

  • બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં સેક્સ ન ગણાય
  • સહમતિથી બંધાયેલા સંબંધો રેપની ભાષામાં ન આવે

બોમ્બે હાઈકોર્ટે બે પરિણીત વયસ્કો વચ્ચેના એક્સ્ટ્રા મેરિટલ અફેરને રેપ માનવાનો ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં, આ સંબંધનું રહસ્ય જાહેર કરતાં હાઇકોર્ટે આરોપી પ્રેમી સામે મહિલાએ નોંધાવેલી બળાત્કારની એફઆઇઆર રદ કરી દીધી છે. 

શું બોલ્યાં જસ્ટીસ અનુજા પ્રભુ દેસાઈ 

જસ્ટીસ અનુજા પ્રભુ દેસાઈ અને એન આર બોરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં, અમને એવું માનવામાં કોઈ ખચકાટ નથી કે આરોપી સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ કાનૂની પ્રક્રિયાના દુરપયોગ સિવાય બીજું કશું જ નથી. ફરિયાદી સારી રીતે જાણે છે કે આરોપી પરિણીત છે. તે લગ્ન દરમિયાન તેની સાથે લગ્ન કરી શકશે નહીં.
આ હોવા છતાં, બંને પરિણીત પુખ્ત વયના લોકો વચ્ચે સંબંધ હતો. બંને વચ્ચે સહમતિથી સંબંધ હતા અને તે જ્યાં સુધી જાહેર ન થયો ત્યાં સુધી પરસ્પર સહમતિથી ચાલતો રહ્યો હતો. 

પતિએ તરછોડ્યા બાદ મહિલા પ્રેમી સામે નોંધાવી ફરિયાદ 
જેના કારણે મહિલાના પતિએ તેને તરછોડી દીધી હતી. ત્યાર બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, નહીં તો આ સંબંધ સહમતિથી બનાવવામાં આવ્યો હતો. હાલના કેસમાં ફરિયાદીને હકીકત બાબતે કોઇ ગેરસમજ ન હતી.

શું હતો કેસ 
એફઆઈઆરમાં જણાવેલી હકીકતો જોયા બાદ હાઈકોર્ટે શોધી કાઢ્યું હતું કે, આ કેસના આરોપી અને ફરિયાદી (મહિલા) પરિણીત છે. તેમને બાળકો પણ છે. પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આ મહિલા અને પુરુષ વચ્ચેની શરૂઆતની ઓળખાણ ટૂંક સમયમાં જ પ્રેમસંબંધમાં ફેરવાઈ ગઈ. જાન્યુઆરી 2020થી મે 2021 સુધી બંને એકબીજા સાથે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપમાં સામેલ હતા. બંનેએ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તેમના પતિ-પત્નીને તેમના એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ વિશે જાણકારી મળી. ત્યાર બાદ મહિલાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, નહીં તો સંમતિથી તેમના સંબંધો સુચારૂ રીતે ચાલી રહ્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસની એફઆઈઆરમાં જે તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આઈપીસીની કલમ 375ના અર્થમાં બળાત્કાર અને છેતરપિંડીના ગુનાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આથી આરોપી સામે મુંબઈ સેશન્સ કોર્ટમાં આઈપીસીની કલમ 376, 376 (2), 377 અને 420 હેઠળ પડતર કેસ રદ કરવામાં આવે છે. આરોપીએ એફઆઈઆર અને હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને રદ કરવાની માંગ કરતી અરજી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાના આરોપોમાં બળાત્કારનો કેસ નથી બનતો. મહિલાની ફરિયાદ મુજબ આરોપીએ પત્નીને તલાક આપીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આરોપીએ તેની સાથે બળજબરીથી સંબંધો બાંધ્યા હતા. 

સહમતિથી બંધાયેલા સંબંધો રેપ નથી-હાઈકોર્ટે સ્પસ્ટ કર્યું 
સુનાવણી દરમિયાન આરોપીના વકીલે કહ્યું કે, આરોપી અને મહિલા વચ્ચેના સંબંધ સહમતિથી હતા. આથી બળાત્કારનો કેસ ઊભો થતો નથી, જ્યારે ફરિયાદીના વકીલે અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફઆઈઆરને નિયંત્રિત રીતે રદ કરવાની તેની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ખંડપીઠે કહ્યું કે એફઆઈઆર રદ કરવાની સત્તાનો ઉપયોગ હાઈકોર્ટની પ્રક્રિયાનો દુરૂપયોગ રોકવા અને ન્યાયના હેતુને સુરક્ષિત કરવા માટે થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ