બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Body automatically gives signs when there is a lack of Magnesium in the body

હેલ્થ / માસ્ટર ખનીજ મેગ્નેશિયમનું લેવલ ઘટવા પર શરીર આપે છે કેટલાક સંકેતો, ઈગ્નોર કરવાની ભૂલ ન કરશો

Vaidehi

Last Updated: 03:39 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેગ્નેશિયમ આપણાં શરીર માટે એક જરૂરી પોષકતત્વ માનવામાં આવે છે. શરીરમાં મેગ્નેશિયમની ઊણપ થવા પર અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

  • શરીરમાં પોષકતત્વોની ઊણપ સમસ્યા સર્જી શકે છે
  • મેગ્નેશિયમને માસ્ટર ખનીજ માનવામાં આવે છે
  • મેગ્નેશિયમની ઊણપને લીધે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે

શરીરને સ્વસ્થ રાખવા માટે આપણને અનેક પ્રકારનાં પોષકતત્વો જરૂરી હોય છે. મેગ્નેશિયમ પણ તેમાંનું એક છે. મેગ્નેશિયમ એક ખનીજ છે જે શરીર માટે ઘણું જરૂરી હોય છે તેથી તેને માસ્ટર ખનીજ કહેવામાં આવે છે. આ માંસપેશીઓ અને હાડકાઓને મજબૂત કરવા માટે જરૂરી માનવામાં આવે છે. આ સાથે જ હદયનાં સ્વાસ્થ્ય માટે પણ મેગ્નેશિયમ જરૂરી હોય છે.

દિવસમાં કેટલા મિલીગ્રામ મેગ્નેશિયમનું સેવન કરવું?
એક વયસ્કે એક દિવસમાં 360-410 મિલીગ્રામ મેગ્નેશિયમનું સેવન કરવું જોઈએ. મેગ્નેશિયમનું સેવન ઓછું કરવાથી શરીરમાં પોષકતત્વો ઘટવા લાગે છે.  જ્યારે શરીરમાં મેગ્નેશિયમ ઘટી જાય છે ત્યારે શરીર આપણને સંકેતો આપે છે. 

સ્નાયુઓમાં ખેંચાણ
રાતનાં સમયે પગમાં ખાલી ચડી જવી અથવા તો માંસપેશીઓમાં ખેંચાણ થવા લાગે છે. માંસપેશીઓ સારી રીતે કામ કરે તે માટે મેગ્નેશિયમ ઘણું જરૂરી માનવામાં આવે છે.

કામ બાદ થાકનો અનુભવ
મેગ્નેશિયમની ઊણપને કારણે તમને થાક અને કમજોરીનો સામનો કરવો પડે છે. આ મિનરલ શરીરમાં એનર્જી પ્રોડક્શન માટે ઘણું જરૂરી હોય છે.

વારંવાર માથું દુ:ખવું
શરીરમાં મેગ્નેશિયમનું લેવલ ઘટી જાય તો વારંવાર માથું દુ:ખવાનું શરૂ થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે ડોક્ટરનો સંપર્ક કરો અને મેગ્નેશિયમથી ભરપૂર આહારનું સેવન કરો.

ભૂખ અચાનક ઘટી જવી
ઊલ્ટી, ભૂખ ઓછી લાગવી વગેરે સમસ્યાઓ મેગ્નેશિયમની ઊણપને કારણે થવા લાગે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે જેનાથી ભૂખ ઓછી થઈ જાય છે.

આંખ વારંવાર ફડકવી
મેગ્નેશિયમ, મસલ્સને રિલેક્સ કરે છે અને તેની ઊણપને કારણે મસલ્સ પર ઘણો વધારે સ્ટ્રેસ પડે છે. જેના લીધે આંખો રિલેક્સ નથી કરી શકતી અને ફડકવા લાગે છે.

કબજિયાતની સમસ્યા
મેગ્નેશિયમ બાઉલ મૂવમેંટમાં મહત્વનો ભાગ ભજવે છે. બાઉલ મૂવમેંટને સરળ કરવા માટે મેગ્નેશિયમ આંતરડામાં પાણીની માત્રાને વધારે છે. પણ જો શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ