બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / bmw 2 series m performance edition launch know its price and features

Auto news / BMW એ લોન્ચ કરી નવી સસ્તી કાર: અપર મિડલ ક્લાસના લોકો પણ આરામ ખરીદી શકશે, જાણો કેવા છે ફીચર્સ

Manisha Jogi

Last Updated: 08:22 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMWએ ભારતમાં નવી BMW 220i એમ પર્ફોર્મન્સ એડિશન (પેટ્રોલ) લોન્ચ કરી છે. ચેન્નઈમાં BMW ગૃપના પ્લાન્ટમાં આ કાર બનાવવામાં આવી રહી છે. આ એડિશન માત્ર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.

  • ભારતમાં નવી BMW 220i એમ પર્ફોર્મન્સ એડિશન લોન્ચ
  • BMW ગૃપના પ્લાન્ટમાં આ કાર બનાવવામાં આવી રહી છે
  • આ એડિશન માત્ર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે

BMWએ ભારતમાં નવી BMW 220i એમ પર્ફોર્મન્સ એડિશન (પેટ્રોલ) લોન્ચ કરી છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 46 રૂપિયા છે. ચેન્નઈમાં BMW ગૃપના પ્લાન્ટમાં આ કાર બનાવવામાં આવી રહી છે. આ એડિશન માત્ર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. આ નવું મોડલ 220i M સ્પોર્ટ પ્રો ટ્રિમથી લગભગ 50,000 રૂપિયા મોંઘી છે. BMW 2 સીરિઝ એમ પર્ફોર્મન્સ એડિશન બ્લેક સૈફાયર મેટાલિક પેઈન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર ફ્રેમલેસ ડોર્સ સાથે ઉપલબ્ધ છે. જેમાં પર્ફોર્મન્સ ફ્રંટ ગ્રિલ, ફોગ લેમ્પ ઈંસર્ટ અને સેરિયમ ગ્રે કલરના ORVM, LED હેડલાઈટ્સ અને ફુલ LED ટેલ લાઈટ છે. ટેલ લાઈટ્સ રિયરમાં વચ્ચે સુધી ફેલાયેલ છે, સાઈડ પ્રોફાઈલ પર એમ પર્ફોર્મન્સ સ્ટિકર્સ લગાવવામાં આવ્યા છે. 

નવી BMW 2 સીરિઝ એમ પર્ફોર્મન્સના ફીચર્સ
નવી BMW 2 સીરિઝ એમ પર્ફોર્મન્સમાં કેબિનની અંદર પેનોરમિક ગ્લાસ સનરૂફ, અલકેન્ટારા ગિયર સેલેક્ટર લીવર, એમ પર્ફોર્મન્સ ડોર પિન અને ડોર પ્રોજેક્ટર, ઈલેક્ટ્રિકલ મેમરી ફંક્શન આપવામાં આવ્યા છે. આ કારમાં BMW સ્પોર્ટ્સ સીટ, 40/20/40 સ્પ્લિટ રિયર સીટ અને 6 ડિમમેબલ ડિઝાઈનની સાથે એમ્બિએન્ટ લાઈટિંગ આપવામાં આવ્યું છે. જેમાં 10.25 ઈંચ ડિજિટલ ઈનસ્ટ્રુમેન્ટ કંસોલ, 10.25 ઈંચ કંટ્રોલ ડિસ્પ્લે, BMW હેડ અપ ડિસ્પ્લે, BMW જેસ્ચર ટેકનોલોજી, હાઈફાઈ લાઉડસ્પીકર સિસ્ટમ, રિઅર વ્યૂ કેમેરાની સાથે પાર્કિંગ આસિસ્ટન્ટ, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે સહિત અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. 

આ કારમાં 6 એરબેગ, અટેંટિવનેસ આસિસ્ટન્સ, બ્રેક આસિસ્ટ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ટ્રૈક્શન કંટ્રોલ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ઓટો હોલ્ડની સાથે ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સાઈડ ઈમ્પેક્ટ પ્રોટેક્શન, ઈલેક્ટ્રોનિક વ્હીકલ ઈમ્મોબિલાઈઝર અને ક્રેશ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

નવી BMW 2 સીરિઝ એમ પર્ફોર્મન્સ એન્જિન
નવી BMW 2 સીરિઝ એમ પર્ફોર્મન્સ એડિશનમાં 2.0L ચાર- સિલિન્ડર ટ્વિન-ટર્બો પેટ્રોલ એન્જિન છે. જે 1350-4600rpm પર 176bhp અને 280Nm નો ટાર્ક જનરેટ કરે છે. જે 7.1 સેકન્ડમાં 0થી100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. જેમાં 7-સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાંસમિશન છે, જેમાં સ્ટીયરિંગ વ્હીલ પર પેડલ શિફ્ટર્સ પણ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ