બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Blow to Lalu as ED files charge-sheet against wife, daughter

બિહાર / JDU-BJP સરકાર રચાઈ નથી ત્યાં લાલુ ફેમિલી પર ડબલ આફત, રાબડી દેવી-મીસા ભારતીને ઈડીનું સમન્સ

Hiralal

Last Updated: 06:00 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પરિવારની મુશ્કેલી વધી છે. જોબ ફોર સ્કેમ કૌભાંડમાં ઈડીએ રાબડી દેવી અને મીસા ભારતીને 9 ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

  • બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પરિવાર બેવડી આફતમાં
  • જોબ ફોર સ્કેમ કૌભાંડમાં ઈડીએ મોકલ્યું સમન્સ
  • રાબડી દેવી અને મીસા ભારતીને 9 ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ 

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ દીકરા તેજસ્વીના હાથમાંથી ડેપ્યુટી સીએમની ખુરશી જતી જોવા મળી રહી છે તો બીજી તરફ લાલુ યાદવની પત્ની અને દીકરીને કોર્ટે સમન મોકલ્યું છે. દિલ્હીની રાજ એવન્યુ કોર્ટે રેલવેમાં નોકરી માટે પ્રખ્યાત લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ઇડીની ચાર્જશીટની નોંધ લીધી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સુનાવણીની આગામી તારીખ 9 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. કોર્ટે લાલુ યાદવની પુત્રી અને રાજ્યસભાના સાંસદ મીસા ભારતી અને અન્ય એક પુત્રી હેમા યાદવને પણ હાજર થવા સમન્સ પાઠવ્યું છે.

બિહારના કુખ્યાત જોબ ફોર લેન્ડ કૌભાંડની ઈડી-સીબીઆઈ દ્વારા તપાસ 
આ મામલો તે સમયનો છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ મનમોહન સિંહ સરકારમાં રેલવે મંત્રી હતા. રેલવેમાં ગ્રુપ ડીની નોકરીઓ આપવામાં આવતી હતી અને તેના બદલામાં નોકરી શોધનારાઓ કે તેમના પરિવાર પાસેથી જમીન લેવામાં આવતી હતી. આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇડીએ તાજેતરમાં જ રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાં ઉદ્યોગપતિ અમિત કાત્યાલ સહિત 7 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં લાલુ પ્રસાદની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી, અન્ય એક પુત્રી હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીનું નામ પણ છે. આ ઉપરાંત ઈડીએ પણ બે કંપનીઓને આરોપી બનાવી છે. ઇડી અને સીબીઆઈ બંને આ કેસની તપાસ કરી રહ્યા છે. ઈડીએ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી છે, જ્યારે સીબીઆઈએ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીની ટીમ લાલુ યાદવ અને તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમને ઘણી વખત નોટિસ આપવામાં આવી છે.

સરકારમાંથી આરજેડીનું પત્તુ કપાયું 
નીતિશ કુમાર ભાજપ સાથે સરકાર બનાવી રહ્યાં હોવાથી આરજેડી સરકારમાંથી આઉટ થઈ છે. લાલુ ફેમિલીને માંડ સત્તા હાથમાં આવી હતી ત્યાં પાછી જતી રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ